________________
પીડાતાને અષ્ટાદશ કવાથ તે (ક્વાથ) જ ત્રિદોષ વરને શમાવીને આરોગ્ય રૂપ ગુણને કરે છે. llll
(૩) વળી બીજા ઔષધ ઉભય (ગુણ-દોષ બન્ને) કરે છે. એટલે કે ગુણ અને દોષ સરખા જ કરે છે. જેમકે પિત્તથી ઉત્પન્ન થયેલા નવા તાવથી પીડાતાને સાકરવાળું ગાયનું દૂધ તે જ (દૂધ) તે રોગીને કંઈક પિત્તથી ઉત્પન્ન થયેલા દાહનું ઉપશમન કરતું હોવાથી ગુણ (ફાયદા) રૂપ છે. વળી દાહની અધિકતાથી કફાદિના સૂકાવાનું કારણ હોવાથી દોષને કરે છે. અથવા જેવી રીતે વાત અને પિત્તથી ઉત્પન્ન થયેલા તાવથી દુઃખીને મુસ્તાપર્પટ (મુક્તાપિષ્ટિ) કવાથ, તે જ કવાથ પિત્તને શમાવે છે અને વાતને અધિક ઉછાળે છે. એ પ્રમાણે ગુણ અને દોષ બને કરનાર છે. ૩
(૪) વળી બીજા કેટલાક ઔષધ ઉભયને કરતાં નથી એટલે કે ગુણ કે દોષ (બેમાંથી) એકે ને કરતાં નથી જેમકે વાત અને પિત્તથી ઉત્પન્ન થયેલા તાવવાળાને સિંધવ અને જીરાવાળું બીજોરું જે (બીજોરૂ) વાત કે પિત્તનું શમન કરતું નથી. અને વધારતું પણ નથી એટલે કે છે તેવું રાખે છે. એ પ્રમાણે ન ગુણ નું દોષ કરે છે એ પ્રમાણે ઔષધનો ચોથો ભાંગો થયો ૪ll
દૃષ્ટાંત કહ્યાં હવે તેના પર જે ઘટાવાનું છે તે (દાઝાન્તિક) કહે છે :તેવી રીતે ધર્મ જે ઔષધના પ્રકારે કરીને યથાક્રમે (૧) દોષ (૨) ગુણ (૩) દોષ અને ગુણ બને (૪) અને દોષ ગુણ બન્નેનો અભાવ કરે છે. એ પ્રમાણે તે ક્યા ક્યા છે તે ક્રમથી કહે છે.
(૧) મિથ્યાત્વ - દેવ, ગુરૂ, ધર્માદિતત્વને વિષે વિપરિત (ઉલ્ટી) બુધ્ધિ કે કુતર્થી (અન્ય દર્શનીય) રચિત વિષયો અને તે તે પ્રકારે સ્નાન, યજ્ઞાદિ ક્રિયા કરવી તે મિથ્યાત્વ તેનું સ્વરૂપ પહેલાં ઘણી વખત કહેલ છે. તેથી અહીંયા વિસ્તારતા નથી.
મિથ્યાદૃષ્ટિ જનમાં રહેલો અતિરુઢ (આગ્રહી) ધર્મ તે ધર્મ જ મિથ્યાત્વ તે કેવળ ચાર ગતિ રૂપ ભયંકર લાખ્ખો દુઃખનું કારણ હોવાથી દોષ રૂપ જ છે. યજ્ઞ કરનાર તુરમણિપુરનો માલિક દત્તરાજા વિ. ની જેમ કેટલાક(કોઈક) પોતાના શાસ્ત્ર પ્રમાણે અલ્પ સાવદ્ય માસક્ષમણાદિ કષ્ટકારી તપ કરનારા | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 314 અંશ-૪, તરંગ-૩]
Frશરારકાવાસાકાકારnanaaaaaaaaaaaaaaaaaaaatenanaesaછાસરાક્ષસરાક્ષસરાક્ષસરાક્ષસરાયાકારાયકરાવવામા
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaageagggggg
PRRRRRRRRRRRRRRR99
Baahubringineeatitatistiate