________________
ઈચ્છાવાળાએ હંસની ઉપમા સમાન શ્રેષ્ઠ વિવેકવાળાએ તે છોડવા યોગ્ય જ છે. અને ચોથા ભાગમાં આવેલો નિર્મળ ધર્મજ આદરણીય, આચરણીય છે, પ્રમાદાદિનો ત્યાગ કરવામાં અસમર્થ વળી શુધ્ધ ધર્મની પ્રાપ્તિ માટે ઉદ્યમમાં તત્પર લોકોએ, (શુધ્ધ ધર્મના અનુરાગીઓએ) પ્રમાદ, અવિધિ, વિ. થી કલુષિત એવો પણ ધર્મ છોડવા યોગ્ય નથી. તેવા પ્રકારના ધર્મથી પણ તે અનુક્રમે કરીને શુધ્ધ ધર્મની પણ પ્રાપ્તીનો સંભવ હોવાથી છોડવા જેવો નથી.
ખરેખર અશુધ્ધ અભ્યાસથી પણ નિર્મળક્રિયામાં કુશલપણાની ઉત્પત્તિ દેખાય છે. જેવી રીતે નાટક વિ. માં પારંગત થાય છે. (એકડો શીખવામાં પહેલા લીટા પછી એકડો આવડે છે તેમ. તેવી રીતે આગમમાં પણ કહ્યું છે કે અવિધિ કરતાં ન કરવું સારું એવું અયોગ્ય બોલે છે. તે વચન સારું નથી કારણ કે તેને શાસ્ત્રના જાણકારોએ પ્રાયશ્ચિત ન કરવાવાળાને ગુરુ અને કરવાવાળાને લઘુ પ્રાયશ્ચિત બતાવ્યું છે. અહીંયા દષ્ટાન્તો કહે છે.
પ્રમાદથી કલુષિત સામાયિક ધર્મ કરનાર વિસઢ શ્રાવક આદિ જાણવા. ઈતિ.... ત્રીજા ધર્મભેદની વિચારણા.
હવે જેવી રીતે માનસ સરોવરનું જલ હંમેશા નિર્મળ હોય છે. અને રાજહંસોને સદા રહેવા યોગ્ય તાપ, તૃષ્ણાને હરનાર અને શુધ્ધિને કરનાર છે. તેવી રીતે મિથ્યાત્વાદિથી રહિત નિર્મળ ધર્મ સંપૂર્ણ આપત્તિરૂપ તાપ, વિષયાદિ રૂપ તૃષ્ણાને છેદનાર, સમસ્ત પાપરૂપ મલને હરનાર અને આત્માની શુધ્ધિનું કારણ હોવાથી, વિવેકી જનોએ હંમેશા સેવવા યોગ્ય છે. આનંદ, કામદેવ આદિ શ્રાવકો વડે જેમ સેવાયો, અથવા શ્રી વર્ધમાન સ્વામિના વચનથી કઠોર વચનના પાપની આલોચના કરનાર મહાશતક શ્રાવક વડે જેમ સેવાયો, આરાધાયો.
તે (નિર્મલ ધર્મ) આરાધવાથી, તે ભવમાં અથવા બે, ત્રણ આદિ ભવમાં પરમાનંદ સંપદાને પણ આપે છે, પોતાના ભાણેજ ઋષિને બીજીવાર વંદન કરનાર શ્રી શીતલાચાર્ય, ઈરિયાવહી પ્રતિક્રમતા (કરતા) અતિમુક્તઋષિ, એક દિવસ માત્ર ચારિત્ર આરાધક શ્રી પુંડરીક રાજર્ષિ (કંડક – પુંડરીક) | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 312) અંશ-૪, તરંગ-૨
RRRRRRRRRRRAAARRRRRRRRRRRRRRRRRRRRRRRRRRBBBBBBBBRRRRRRRRRRRRRRREREBRANDBEREBRARRABABRRRR
ફ88888888888888888888B%E8Bangasagasaamega
ક્રિાણataltunaBaaaaaaaashક્ષાણataaaataaaaaaa