________________
નિધિદેવ તથા ભોગદેવની કથા
તાપ્રલિપ્ત નગ૨માં મિત્રસેન નામનો રાજા અને સુમંત્રી નામના મંત્રીએ વિનયન્ધર ગુરુની પાસે એક વખત ધર્મ સાંભળ્યો કે શુધ્ધ ભાવ સહિત ધર્મ કલ્યાણકારી થાય છે. કારણ કે અશુધ્ધ ભાવધર્મથી ધનમાત્ર જ પ્રાપ્ત થાય છે. શુધ્ધ ભાવ યુક્ત ધર્મથી તો ધન, સુંદર પરિણામવાળી બુધ્ધિ અને ભોગો પ્રાપ્ત થાય છે. ત્યારે રાજાએ કહ્યું કે ધન અને ભોગવાન અંતર દેખાતું નથી. (હું જોતો નથી) ત્યારે ગુરુએ કહ્યું કે કન્યકુબ્જ નગ૨માં નિધિદેવ અને ભોગદેવને જોઈને જાતે જ તે બેનું અંતર જાણવા મળશે. (જાણશો) પછી રાજાએ તે સ્વરૂપ જોવાને માટે મંત્રીને કન્યકુબ્જ મોકલ્યો તે નગરમાં સવારમાં તે વીશક્રોડ સોનામહોરના સ્વામી એવા નિધિદેવના ઘરને પૂછતાં. સવારના પહોરમાં એનું નામ લેશો નહિ, એ પ્રમાણે બોલતા લોકો વડે બતાવાતા માર્ગે જતા, તેના ઘરના દરવાજે આવ્યો, ત્યાં જાણે મલિન વસ્ત્ર વાળો દોરડા ભેગા કરતો, લક્ષણ વિનાના માણસને જોઈને પૂછ્યું નિધિદેવ કોણ છે ? તેણે સામે પૂછ્યું શું કામ છે ? તેણે (મંત્રીને) કહ્યું હું તેનો મહેમાન છું..... ત્યારે તેણે કહ્યું ણ જેમ કાષ્ટ ખાય છે, તેમ મહેમાનોએ મને ખાધો છે. તું પણ આવ થોડું બાકી હતું તે પૂરૂં કર, હું નિધિદેવ છું. પછી તે (નિધિદેવ) મંત્રીની સાથે પ્રેત જેવા મનુષ્યવાળા ઘ૨માં ગયો, પાણીનો ખોટો વ્યય થઈ જાય તેવા ભયથી પગને ધોયા વગર જ મંત્રીની સાથે કંગ (કોદરી) વાલ, તેલ વિ. ખાધું પછી મંત્રીએ પિત્તની શાંતિને માટે દૂધ માંગ્યું ઘણું કહેવાથી નિધિદેવ શ્રેષ્ઠિ તે લાવતાં હતાં, ત્યારે રસ્તામાં વંઠે તેનું ભાજન ફોડી નાંખ્યું. જમ્યા પછી ખદીરનું ચૂર્ણ આપ્યું. પછી તેણે ઉઘરાણીમાં તેને ફેરવ્યો, સાંજે સેંકડો થીગડાંવાળી જીર્ણ ગોદડી તેની સ્ત્રી પાસેથી આજીજી કરીને માંગીને વંઠ સમીપે સંતો, રાત્રે વાક્ય સાંભર્યુ. રે વંઠ ! તેં દૂધ લાવતી વખતે આજે ભાજન ભાંગી નાંખ્યું તે તને માફ કરુ છું. ફરી આવું કરતો નહિ. એ પ્રમાણે કહીને જતી એવી સ્ત્રીને તેને (મંત્રીએ) જોઈ.
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (309) અંશ-૪, તરંગ-૨