________________
વિશેષાર્થ :- (૧) પરિખા (ખાઈ સંબંધી) (૨) પશુઓના સમુહ વડે કલુષિત (ગંદુ) થયેલું ખાબોચિયા સંબંધિ અને જીર્ણ એટલે વર્ષાઋતુમાં પડેલા પાણીથી ભરાયેલું પાણી એ પ્રમાણે બે દૃષ્ટાંત કહ્યા તેવી રીતે નવા. (તાજા) પડેલા પાણીથી ભેગું થયેલું પાણી તે નવું પાણી ઈતિ. (૩) દૃષ્ટાંત માનસ સરોવર પ્રસિધ્ધ છે તે સંબંધી પાણીનું ચોથું દૃષ્ટાંત આ ચાર પ્રકારના પાણીની સાથે સમાન છે શોભા જેની અથવા આ ચાર પ્રકારના જલની ઉપમા છે જેની તે પરિખા એટલે કે ખાઈનું પાણી, પશુ ગણથી કલુષિત (ગંદુ) થયેલું જીર્ણ પાણી નવું પાણી અને માનસ સરોવરનું પાણી તે ક્યા ? તે કહે છે. મિથ્યાત્વાદિ.
(૧) મિથ્યાત્વ (૨) કુભાવ (૩) પ્રમાદ રૂપ વિધિ વડે અને તેનાથી વિપરિત સમ્યકત્વ શુભભાવ, અપ્રમત અને તત્ત્વ, વિધિ સાથે (યુત) ચાર પ્રકારનો ધર્મ થાય છે. તે યુક્તિ યુક્ત છે તેમાં મિથ્યાત્વ એટલે દેવ, ગુરુ, ધર્મ તત્ત્વ ને વિષે ઉલ્ટી બુદ્ધિ અને તેને અનુસરનારી ક્રિયા કુભાવ એટલે ઈર્ષ્યાથી બળતો, લોભ, દંભ વિ. પ્રમાદ એટલે દારૂ વિ. ;
કહ્યું છે કેઃ- (૧) મઘ (૨) વિષય (૩) કષાય (૪) નિદ્રા અને વિકથા એ પાંચ પ્રમાદ કહ્યા છે. આ પાંચે પ્રમાદો જીવને સંસારમાં રખડાવે છે. અથવા બીજી રીતે પ્રમાદ આઠ પ્રકારે છે. (૧) અજ્ઞાન (૨) સંશય (૩) મિથ્યાજ્ઞાન (૪) રાગ (૫) દ્વેષ (૬) મતિ ભ્રમ (૭) ધર્મમાં અનાદર (૮) યોગનું દુપ્રણિધાન આ આઠ પ્રમાદ છોડવા યોગ્ય છે.
અવિધિ - કાળ, વિનય વિ. નું ઉલ્લંઘન વિ. જોકે પ્રમાદ એ જ અવિધિ છે.
ધર્મ - દાનાદિ રૂ૫ બાકીનું બધું સ્પષ્ટ છે. હવે એની એટલે કે મિથ્યાત્વાદિની વિચારણા કરે છે.
(૧) મિથ્યાત્વઃ- જેવી રીતે ખાઈમાં રહેલું જીર્ણ (ગંદુ) પાણી સંપૂર્ણ નગરમાં રહેલા મળ, મૂત્ર, મનુષ્ય, ગાય, વિ. કુતરા વિ. ના કલેવર થી અને કેચરાદિથી અપવિત્રતર, ગંદુ, દુગંછનીય થાય છે. તેવા ગાઢ કારણે પણ
8888888ggggSBRERBERGSREBRO REGA
RDSBRERA ARARAS88888888888888888888888888888888
taaaaaaaaaaaaaaaaaaa99@gezaapaagtaaaaaaaaaaaa
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 306)[ અંશ-૪, તરંગ-૨)
જ્ઞngs