________________
હોવા છતાં જિનેશ્વર પ્રભુની પૂજા કરી તે કર્મના કારણે આ તારી માતા ચાંડાલણી થઈ છે.
ઃ
કારણ કે :- ધર્માનુષ્ઠાનની અવિધિથી ઉલ્ટું મોટો અપાય થાય છે. ભયંકર દુઃખના સમુદ્રને ઉત્પન્ન કરનાર ઔષધથી મહાઉપદ્રવ પેદા થાય છે. અવિધિથી વાપરેલ ઔષધની જેમ તે સાંભળીને વૈરાગ્ય પૂર્વક રાજાએ દીક્ષા ગ્રહણ કરી એ પ્રમાણે અવિધિ પૂર્વક કરેલી દેવપૂજાને વિષેના ફલની કથા થઈ અને દેવ પૂજાની વિધિ બીજા ગ્રન્થોથી જાણી લેવી અને વિધિ પૂર્વક જિનપૂજામાં પ્રયત્ન કરવો.
કહ્યું છે કે :- સ્નાન વડે કરીને પવિત્ર વસ્ત્રો વડે તપ પૂર્વક આરાધિત યક્ષ ચિત્રકારની જેમ જિનેશ્વર ભ. ની પૂજા ફલ આપનારી બને છે. અને વળી જિનપૂજા સમયે મન-વચન કાયા, ભૂમિ, વસ્ત્ર, પૂજાના સાધન સ્થાનની શુધ્ધિ સાત પ્રકારે ક૨વી એ પ્રમાણે બીજા ધર્મમાં પૂર્ણ-અપૂર્ણ વિધિએ કરી પૂર્ણ - અપૂર્ણ ફલ પ્રાપ્ત થાય છે. તે જાતે જાણી-વિચારી લેવું. ઈતિ.
શ્લોકાર્થ :- હે પંડીત જનો ! એ પ્રમાણે વિધિના ફલને જાણીને વિશુધ્ધ વિધિ પૂર્વક ધર્મને આરાધો જો વિશેષ પ્રકારે મોહ ઉપ૨ વિજયરૂપ લક્ષ્મીના સુખની ઈચ્છા હોય તો......
ઈતિ મુનિસુંદરસૂરિ વિરચિત ઉપદેશ રત્નાકર ગ્રંથના પ્રાચ્ય તટે ૪ અંશમાં વિધિ શુધ્ધિ નામનો પ્રથમ તરંગ પૂર્ણ થયો.
॥ પ્રથમ તરંગ પૂર્ણ II
અંશ ૪ (તરંગ-૨)
બીજા ભાંગા વડે યોગ્ય અયોગ્ય ધર્મનું સ્વરૂપ કહે છે.
શ્લોકાર્થ :- (૧) પરિખા (ખાઈ) (૨) પશુ ગંણથી ગંદુ થયેલું જીર્ણ પાણી (૩) નવું પાણી (૪) માન સરોવર સમાન (૧) મિથ્યા (૨) દુષ્ટભાવ (૩) પ્રમાદ રૂપ અવિધિ (૪) તેનાથી ઉલ્ટુ અપ્રમાદ રૂપ વિધિ પૂર્વક એમ ચાર પ્રકારના ધર્મો છે.
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (305) અંશ-૪, તરંગ-૨