________________
અંશ – ૪ તરંગ - ૧
યોગ્યની વાત થઈ ગઈ વિધિ પૂર્વક ગ્રહણ કરવું એ પ્રમાણેનું ચોથા દ્વાર (અંશ) ને કહેવાની ઈચ્છાવાળો હું કહું છું.
શ્લોકાર્ધ - વિધિ અનુસાર ઔષધ અને ચૂર્ણ લોકમાં જેવીરીતે ફળ આપે છે. તેવી રીતે પરિપૂર્ણ વિધિએ ગ્રહણ કરેલો ધર્મ પણ ફળ આપે છે.
વિશેષાર્થ :- ઔષધ અને ચૂર્ણ ઔષધો જુદા જુદા પ્રકારના હોય છે તેમાં કેટલાક સુવર્ણ સિધ્ધિનું કારણ બને છે. કેટલાક ધનને અક્ષય (ખૂટે નહિ તેવું) કરનારા છે. કેટલાક ઈચ્છિત ધનને આપનારા છે. કેટલાક મનુષ્યમાંથી પશુ અને પશુમાંથી મનુષ્ય વિ. નું રૂપ બદલવાના પ્રભાવથી ભરેલા છે. કેટલાક પુરુષમાંથી સ્ત્રી અને સ્ત્રીમાંથી પુરુષ રૂપ કરવાના કારણવાળા છે. કેટલાક સર્પના વિષને દૂર કરનારા છે. કેટલાક ભૂત, શાકિની આદિના દોષને (ઉપદ્રવને) દૂર કરનારા છે. એ પ્રમાણે અનેક પ્રકારે મહિમાથી ભરેલા બીજા બીજા પણ મહા ઔષધો છે એ પ્રમાણે સંભળાય છે. તેવી રીતે ચૂર્ણો પણ સુવર્ણ સિધ્ધિથી માંડીને અનેક પ્રકારની સિધ્ધિના કારણભૂત એવા ચૂર્ણો લોકમાં પ્રસિધ્ધ છે. આદિ શબ્દથી મંત્ર, અંજન, ગુટિકાદિ ગ્રહણ કરવા.
ચિકિત્સા શાસ્ત્રમાં પ્રસિધ્ધ ઔષધિ ચૂર્ણ, ગુટિકા, અંજન, રસાયણ વિ. પણ અહીંયા સ્વીકારવા.
આ બધાય યથા વિધિ અનુસારથી ફળે છે. અર્થાત્ ફળને આપે છે. તેનો શું અર્થ ? પૂર્ણ વિધિ પૂર્વક ગ્રહણ કરવાથી પોતાના ઈચ્છિત ફલને પૂર્ણપણે આપે છે. અધુરી વિધિ કરતાં અધુરું ફળ મળે છે. અને એથી હીન વિધિ કરતાં હીન ફળ મળે છે. સંપૂર્ણ વિધિનો લોપ કરતાં કંઈ પણ ફળ મળતું નથી. અવિધિ કરવાથી અનર્થ ફલને પણ આપે છે. વળી સાંભળવામાં આવ્યું છે કે :
ខ្លួនងងងងងងងងាយាលណs&
inagasនទទassaRathana
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 302)
અંશ-૪, તરંગ-૧