________________
આગમમાં કહ્યું છે કેઃ- જ્ઞાન - દર્શન - ચારિત્રની આરાધના કેટલા પ્રકારે કહી છે ? હે ગૌતમ ! ત્રણ પ્રકારે કહી છે તે આ પ્રમાણે ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય તેમાં ઉત્કૃષ્ટ :- દર્શન - જ્ઞાન - ચારિત્રની આરાધનાથી તેજ ભવમાં ભવનો ક્ષય અને સિધ્ધિ - મોક્ષની પ્રાપ્તિ થાય છે. મધ્યમ આરાધનાથી ત્રણ ભવથી વધારે ભવ થતા નથી. જઘન્ય આરાધનાથી સાતઆઠ ભવમાં મોક્ષ સુખ પામે છે. તેમ ભગવતીમાં કહ્યું છે.
:
તપની બાબતમાં પણ શરૂઆતમાં અને પરિણામમાં ૨મ્ય અરમ્ય જાતે વિચારી લેવું તેમાં ધમ્મિલ વિ.ના દૃષ્ટાંતો યથા યોગ્ય જાણવા ઈતિ બીજો ધર્મભેદ ॥૨॥
હવે જિનેશ્વરના સબંધી એટલે કે તેમને કહેલો હોવાથી પ્રભાવના રૂપ ધર્મ છે. પ્રકાશ કરે તે પ્રભાવના અને તે ધર્મ અહીંયા જિનધર્મના અધિકારથી - ઉપચારથી જિનશાસનનો ઉદ્યોત કરવાવાળો ધર્મ તે પ્રભાવના ધર્મ અને તે ધર્મ શ્રાવકોને સંઘપતિ થઈને શ્રી તીર્થયાત્રા કરાવવી, નવા શ્રી જિન મંદિર ક૨વા કરાવવા, જિર્ણોધ્ધાર કરણ, પ્રતિમા - પ્રતિષ્ઠા કરાવવી, પુસ્તક, વાંચન, ચતુર્વિધ સંઘની વિવિધ પ્રકારે ભક્તિ ક૨વા આદિ રૂપ છે, સાધુને તો રાજાને પ્રતિબોધ ક૨વા આદિ રુપ છે.
કહ્યું છે કે :- (૧) પ્રાવચનિક (૨) ધર્મકથાકાર (૩) વાદિ (૪) નૈમિત્તિક (૫) તપસ્વી (૬) વિદ્યા જાણકાર (૭) સિધ્ધયોગિ (અંજનાદિ યોગ કારક) અને (૮) કવિ આ આઠે પ્રભાવક કહ્યા છે. અને દેવગુરુ ધર્મના પ્રત્યનીક (દુશ્મન)નો પરાજય કરનારા વિ. બન્ને પ્રભાવના કા૨ક છે. અને આ ધર્મ ત્રીજા ઔષધની જેમ મુખે (શુરુઆતમાં) રમ્ય છે. અને ક૨વાના અવસરે પણ આ ધર્મ કરનારાને તેવા પ્રકા૨નું શરીરને કષ્ટનું કારણ ન હોવાથી મુખે રમ્ય છે. તેવા પ્રકારના હૃદયને આનંદ આપવાના કારણે ચતુર - અચતુર વિ. ને વિષે પ્રશંસાદિના એક (કારણ) હેતુપણા વિ. થી અને તેવા પ્રકારની મોટાઈ વિ. ના કારણે મુખે રમ્ય છે. પરિણામે તીર્થંકરત્વ, ચક્રિપણું મહાઈન્દ્ર પદવીનું કારણ હોવાથી પરિણામે રમ્ય જ છે.
કારણ કે કહ્યું છે કે :- ચતુર્વિધ સંઘને અને તીર્થને વંદન કરનારો નિયમા ઈન્દ્ર, ચક્રવર્તિ અને તીર્થંકર થાય છે. એ પ્રમાણે શેષ (બાકી બધું) પ્રભાવનાના
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (298) અંશ-૩, તરંગ-૭