________________
મુખમાં અને પરિણામમાં બન્ને રીતે અરણ્ય (સારું નહિ). જેવી રીતે પિત્તથી ઉત્પન્ન થયેલા તાવથી જેમ તેમ બોલતા દુઃખીને ત્રિદોષના તાવની ભ્રાન્તિથી કરાતા અષ્ટાદશ કવાથ નો ઉપચાર જ મુખમાં કટુ હોવાથી અરમ્ય અને પરિણામે અધિક્તર પિત્તનો ઉદ્વેગ (વધારનાર) હોવાથી અરમ્ય છે ૪
એ રીતે આ પ્રકારે મુખ અને પરિણામે રમ્ય અરણ્ય (સારાખરાબ) ચાર પ્રકારે ઔષધ છે.
એ પ્રમાણે (૧) બુધ્ધ ધર્મ (૨) જિનેશ્વર સંબંધી તપ અને (૩) પ્રભાવના રૂપ ધર્મ (૪) મિથ્યા ધર્મ એમ ચાર પ્રકારે (ધર્મ) જાણવા.
- તે આ પ્રમાણે :- પાંચે ઈન્દ્રિયોને પ્રીતીકર (સુખકર) શયન, આસન વિ. રૂપ હોવાથી બુધ્ધ ધર્મ શરુઆતમાં પાલન કરતાં સારો લાગે છે. અને તેવી રીતે તેને માનનારા પણ કહે છે કે :- કોમળ શૈયા, સવારે ઉઠતાં પીણું (પ્રવાહી) પીવું, બપોરે ભોજન અને સંધ્યા સમયે (સાંજે) પીણું પીવું, દ્રાક્ષ, ખાંડ, સાકર મધ્યરાત્રીએ લેવું તેના અંતે બૌદ્ધ ધર્મ મોક્ષ જોયો છે. કહ્યો છે. અને વળી મનોજ્ઞ ભોજન કરવું. મનોહર શયનમાં સુવું. આસન વાપરવું. સુંદર મકાનમાં રહેવું અને સુંદર ધ્યાન મુનિ કરે, આ બધું શરૂઆતમાં સારું લાગે છે. પણ પરિણામે કટુફલના કારણરૂપ દુર્ગતિનું ફલ (કારણ) હોવાથી રમ્ય નથી અને હિંસાદિ યુક્ત હોવાથી તે ધર્મ દુર્ગતિ રૂપફલને આપનાર છે.
તે આ પ્રમાણે :- પાત્રમાં પડેલું માંસ વિ. પણ તાજ્ય નથી. આ પ્રમાણે તેનો તે ધર્મ છે.અને તેથી માંસના ખાનારાઓની હિંસા પ્રકટ છે.(પ્રત્યક્ષ છે.)
તેથી કહ્યું છે કે અનુમોદક, વિશ્વાસ કરનારા સાથે રહેનારા) મારનારા, વેચાણ અને ખરીદ કરનારા, રાંધનારા અને ભેટમાં આપનારા અને ખાનારા ઘાતકો છે. (હિંસા કરનારા છે.) અને વળી પોતાના માંસ (શરીર) ની પુષ્ટિ ને માટે બીજાનું માંસ ખાય છે. તેઓ હિંસક (ઘાતકો) છે ખાનારા ન હોય તો વધક (હિંસા કરનારા) હોતા નથી. એ પ્રમાણે દારૂપાન વિ. ને વિષે દુર્ગતિ રૂપ ફલજ જાણવું અને કહેવું કે ઈન્દ્રિયોનું પોષણ પણ દુર્ગતિનો જ હેતુ છે.
Essage@awsomesaaaa28888888888888888888ક્ષBa8888888888888888888888@stees
8888888
88888888888888
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (296) અંશ-૩, તરંગ-૭