Book Title: Updesh Ratnakar Part 01
Author(s): Kalpyashsuri
Publisher: Jain Shwetambar Murtipujak Trust

View full book text
Previous | Next

Page 333
________________ મિથ્યાદષ્ટિઓ પગલે પગલે જે રીતે પોતાના આ લોકના અર્થને સાધનારા જીવ વધુ, જુઠ, ચોરી, પરસ્ત્રીગમન, સુરા, માંસ ભક્ષણ આદિ મહાપાપ ને પણ ધર્મરૂપે કલ્પીને કરે છે. તેઓએ કહેલા વચનો (વાત) કેટલા લખવા ? આ પ્રમાણે આ તો દિશા માત્ર બતાવ્યું છે. શ્રી નેમિ ચરિત્રમાં આવતાં વસુદેવ હિડિમાં ચારુદત્ત અધિકારમાં પ્રસિધ્ધ બકરા વિ. ના દષ્ટાંતો પણ અહીંયા યથા યોગ્ય કહેવા-જાણવા એ પ્રમાણે તેઓના ધર્મમાં ઘણા ધર્મના પ્રકારો અસાર જ છે ઈતિ. વળી કેટલાક અતિ અલ્પ કોઈકમાં કાંઈક બ્રહ્મચર્ય તપ વિ. ગુણો સાર રૂપ હોવા છતાં પણ કષાયનું બહુલપણું સમ્યફ જીવ અજીવ આદિ સ્વરૂપને નહિ જાણવા પણું જીવ રક્ષા, સત્ય વચન વિ. માં વિવેકના અભાવ વડે કલુષિત હોવાથી તેનો ધર્મ બહુ પ્રશંસનીય નથી પરલોકમાં પણ જોઈએ તેવું ફલ આપનારો નથી. તે ધર્મ ઉત્કૃષ્ટથી પણ પાંચમા દેવલોક (બ્રહ્મલોક) થી અધિક સુખ સંપદા આપવા માટે અશક્ય હોવાથી પ્રશંસનીય કે આચરણીય નથી. આમાં પૂરણ શ્રેષ્ઠિ વિ. ના દૃષ્ટાંતો જાણવા તેવી રીતે આગમમાં કહ્યું છે કે :- પહેલાં જેને કાંઈ પૂરણ શેઠે લાંબા વખત સુધી અતિ દુષ્કર જે કર્યું તે જે દયાવાનું જો જૈન ધર્મમાં અહીંયા કરે તો તે સફલતાને પામતે III * પ્રાયઃ કરીને તે ભવનપતિ જ્યોતિષ્ક દેવ વિ. પદવી અથવા કંઈક રાજ્યની સંપદા તે પણ અતિ ઉગ્ર તપ વડે આપવા સમર્થ બને છે. તે પણ સંપત્તિ પ્રાયઃ કરીને પાપાનું બંધીની નરક વિ. દુર્ગતિનો હેતુ બને છે. જેમ હંસ, કોણિક રાજા, તાપસ વિ. નો પૂર્વભવ..આ ત્રીજો ધર્મભેદ વિચાર્યો all (૪) નાસ્તિક ધર્મ ચોથા વન સમાન છે જેવી રીતે ચોથાવનમાં બંધાય ઝાડો સ્નેહિ, કન્વેરી, ધતુરો, આકડો, કમ્પાક, ઈન્દ્રવારણ વિ. અશુભ જ છે અને એ અશુભ ફલને આપનારા છે. તેવી રીતે નાસ્તિક ધર્મે પણ તેમણે કહેલા બધા ધર્મ માર્ગો અશુભ છે. અહીંયા પણ લોકમાં નીંદ્ય પણું, સજ્જન લોકોમાં સ્થાન વગરના વિ. અપયશના કારણ વિ. હોવાથી અશુભ છે. અને અશુભ ફલ આપનારા છે. આ લોકમાં પણ રાજા વિ. ને આપવાથી ધનહાની અને પરલોકમાં દુર્ગતિ આપવાના કારણે અશુભ છે. ઈતિ. || ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (294)| અંશ-૩, તરંગ-૬) മരമണ്ടത്തരമരഭaaraareness 98ea98aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa Eggas32358ા 3ggl: gazઘa at-3-Rease Heartha-RIBBERYBERE+++++++++9193ER-B--5-

Loading...

Page Navigation
1 ... 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374