________________
શીતલતાનો-આનંદનો અને સુખનો હેતુ (કારણ) તે ધર્મ છે.
તેવી રીતે આગમમાં કહ્યું છે કે :- જે પ્રર્યાયમાં રત રહે છે. તેને દેવની ઉપમા જેવા ઉત્તમ સુખ પ્રાપ્ત થાય છે. તે તમે જાણો. અને વળી વર્તમાન કાલમાં નિગ્રંથ શ્રમણ વિચરે છે તેને તેજો (ચિત્તને સુખ આપનારી) લેશ્યા કેટલી વધે છે. ઓળંગે છે ? હે ગોયમા ! એક માસ પર્યાયવાળા શ્રમણને વાણવ્યંતરથી અધિક સુખ હોય છે, બે માસ પર્યાયવાળાને અસુરેંદ્રને છોડી ભુવનપતિથી અધિક, ત્રણ માસ પર્યાયવાળા ને અસુરેંદ્રથી અધિક, ચાર માસ પર્યાયવાળાને ગૃહ, નક્ષત્ર, તારાઓથી અધિક, પાંચ માસ પર્યાયવાળાને સૂર્ય, ચંદ્રથી અધિક, છ માસ પર્યાયવાળાને સૌધર્મ ઈશાન દેવથી અધિક, સાત માસ પર્યાયવાળાને સનત્કુમાર મહેન્દ્ર દેવ થી અધિક, આઠમાસ પર્યાયવાળાને પાંચમાં છઠ્ઠા દેવ લોકથી અધિક, નવમાસવાળાને શુક્ર સહસ્ત્રાર દેવથી અધિક, દશમાસ પર્યાયવાળાને આનત પ્રાણત, આરણ, અચ્યુત દેવલોકથી અધિક, અગિયાર માસવાળાને ત્રૈવેયક્રથી અધિક, બારમાસ પર્યાયવાળાને અનુત્તર વાસિ દેવોથી અધિક સુખ હોય છે. તે પછી શુક્લ ધ્યાનવાળા એવા તેઓ સિધ્ધ થાય છે. અહીં તેજો લેશ્યા એટલે મનની શાન્તિ રૂપ સુખ સમજવું.
ભગવતી સૂત્રના ૧૪ શતકે નવમા ઉદ્દેશામાં કહ્યું છે કે :- અથવા તેની છાયા ચારિત્રવાળાઓને સમતા રૂપ છે. તે પણ વૈર વિ. તાપ ને હરનારી છે. જેમ બળદેવ ઋષિની સમતાથી વાઘ, હરણ વિ. ના વૈર વિ. ઉપશાન્ત થયા હતાં અને ઘણાંને મિથ્યાત્વનો ઉપશમ અને બોધિ બીજની પ્રાપ્તિ વિ. થયું હતું. આમર્ષ ઔષધી વિ. લબ્ધિવાળા મહર્ષિની સમતા આદિ તેના શરીરને સ્પર્શેલ પવન આદિ વડે પણ સર્વ રોગ નાશ પામે છે. જંગમ અને સ્થાવર વિષે વિ. નો આવેગ, શુદ્ર વ્યંતરાદિનો દોષ વિ. અને સંપૂર્ણ ઉપદ્રવ ચાલ્યા જાય છે. બીજા પણ તેવા પ્રકારના ચારિત્રવાનોની સમતાથી સર્વ રોગ મરકી વિ. ઉપદ્રવ, દુકાળ વિ. ની ભીતી શાન્ત થાય છે. આ પ્રમાણે શાસ્ત્રમાં પદે પદે સંભળાય છે. તેના દૃષ્ટાંતો પંડીત જનોને યથા યોગ્ય રીતે જાતેજ કહેવા જાણવા ઈતિ કેવલ સાર રૂપ પ્રથમ વિરતિ રૂપ ધર્મ ભેદની વિચારણા થઈ.
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (291) અંશ-૩, તરંગ-૬