Book Title: Updesh Ratnakar Part 01
Author(s): Kalpyashsuri
Publisher: Jain Shwetambar Murtipujak Trust

View full book text
Previous | Next

Page 329
________________ બધાય ઝાડો કેવલ સારરૂપ જ છે. વનો કેવલ શુભ રસદાર કેરી વિ. ફળો આપે છે. કોઈપણ જાતના અશુભ ફલને આપતા નથી. તેની છાયા વિ. પણ તરસ, તાપ, શોક વિ. નું હરણ કરનારી છે. અને એ પ્રમાણે તેવા પ્રકારની શીતલતા, આનંદ વિ. સુખ આપનારી છે. એ પ્રમાણે ગાથામાં નહિ કહેલું હોવા છતાં સ્વયં જાણી લેવું. તેવી રીતે શ્રી જિનશ્વર ભ. ને કહેલા સર્વ વિરતિ ધર્મ ક્ષમા વિ. સમિતિ ગુપ્તિ વિ. આ બધું માત્ર સારભૂત છે. ક્રોધ વિ. દોષનાં વિરોધી હોવાથી, જીવ રક્ષા વિધાન વિ. વિવેકવાળું હોવાથી એક જ શુભ પરિણામનું કારણ હોવાથી દરેક પ્રકારના મોક્ષ સુધી સમસ્ત ઈચ્છિત શુભ ફલ આપવામાં સમર્થ હોવાથી તે સાર યુક્ત શુભ ધર્મ છે. તેમાં ક્ષમાવાનોમાં કુરગડુ વિ. નમ્રતામાં બાહુબલી વિ. સરળતામાં મૃગાવતી વિ. લોભના ત્યાગમાં કપીલ ઋષિ વિ. જાણવા એ પ્રમાણે જીવરક્ષાના પરિણામ વિ. સર્વ ધર્મનાભેદોને વિષે દરેક પ્રકારના મોક્ષ સુધીના સુખરૂપ ફલને આપવામાં મેતાર્ય ઋષિ (મુનિ) વિ. ના દૃષ્ટાંતો જાતે સમજી લેવા ! તેથી સર્વ વિરતિ ધર્મ કેવલ સારરૂપ અને કેવલ શુભફલને આપનાર છે અશુભ ફલ આપનારા અધર્મના ભેદોનો અને પ્રમાદ આદિનો તેમાં સંપૂર્ણ નિષેધ હોવાથી તે કેવલ સારભૂત અને શુભ ફલ આપનાર જ છે. કારણ કે આગમમાં કહ્યું છે કે - સત દેહને વોસિરાવ્યું છે (મમત્વ કાઢી નાંખ્યું છે ) તેના ઉપર ક્રોધ – વધ કે આભૂષણનો શણગાર કરો તો પણ તે મુનિ પૃથ્વીની જેમ સમતા ભાવમાં જ રહે છે. નિયાણા વગરનો અને કુતુહલ વિનાનો જે છે તે ભીક્ષુક (મુનિ) છે. III ઈત્યાદિ તેમના હૃદયમાં રહેલી પરિણામ રૂપ છાયા પણ સમસ્ત વિયોગ, રોગ, શોક વિ. દુઃખ સંતાપાદિને હણનારી છે. સ્ત્રીના વિયોગથી દુઃખી થયેલા શ્રીદત્ત શ્રેષ્ઠિની જેમ, ઉત્પન્ન થયેલા સાત મહાવ્યાધિવાળા સનતકુમાર ચક્રીની જેમ, ૬૦ હજાર પુત્રોના મરણથી ઉત્પન્ન થયેલા શોકથી દુઃખી થયેલા સગરચક્રી વિ. ની જેમ અને અત્યંત នខខខណណណណណនាងអាណរាលបាលមានលមានងងងងារពលទាហរ ណ៍៖ gautaliaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa6888888 | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 290) અંશ-૩, તરંગ૬ | Baggedabapa a aaaaaaaaaaaaહ્રશ્ન

Loading...

Page Navigation
1 ... 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374