________________
સ્થાનકના યોગથી ચાલ્યો ગયો છે દિશાના ભ્રાન્તિરૂપ મિથ્યાત્વના કારણરૂપ તત્વનો વ્યામોહ જેનો એવો કોઈ પણ રીતે યક્ષસમા સદ્ગુરુને પામીને તેમના ઉપદેશ, બહુમાનથી જ્ઞાનાદિ મોક્ષમાર્ગને જાણીને તેને અનુસાર સમ્યઅનુષ્ઠાન વિ. વડે કરીને તે માર્ગને સેવતો ઉત્કૃષ્ટથી એક પુદ્ગલપરાવર્તનકાલમાં બીજા ચાર મિત્રોથી પછી અનંતકાલે સ્વઈષ્ટ પુર સરખું મોક્ષપુરને પામે છે. ઈતિ પ્રથમ પુરુષની વિચારણા થઈ ||૧|
શતધનુ રાજાનો સબંધ આ પ્રમાણે છે ઃ- કોઈ એક નગરમાં શતધનુ રાજા હતો તેને પતિવ્રતા એવી શૈલ્યા નામની પત્નિ હતી તે દંપતિએ પરમ વૈષ્ણવ કાર્તિકમાસમાં ઉપવાસવાળા, ગંગામાં સ્નાન કરેલા એ દંપત્તિએ સામે આવતાં એક પાખંડીને જોયો રાજાએ પોતાને ધનુર્વિદ્યા બતાવનારનો મિત્ર હોવાથી તેની સાથે ગૌરવ પૂર્વક વાર્તાલાપ કર્યો રાજાની પત્નિએ તેને જોઈને સૂર્યનું દર્શન કર્યું પછી સમય જતાં રાજા મરીને વૈદશપુરમાં શ્વાન (કૂતરો) થયો. તેની પાછળ પત્નિ મરીને કાશીરાજાની પુત્રી થઈ અને જાતિસ્મરણ જ્ઞાનવાળી બની તે યૌવન વયમાં આવતાં વરને (મુરતીયો) જોતાં-શોધતાં પિતાને નિષેધ કરીને જ્ઞાનવડે જાણી ત્યાં જઈને તે કૂતરાને શ્રેષ્ઠ આહા૨વડે મોટો કર્યો - પોષ્યો અને ખુશામત (ગેલ) કરતાં એવા તેને તેણીએ કહ્યું તને યાદ છે ? તીર્થ સ્થાન કર્યા પછી પાખંડી સાથે વાર્તાલાપ કરતાં મારી ખુશામત ક૨ના૨ તું કૂતરો થયો છે. પછી તે આહાર ત્યાગી, મરીને શિયાળ થયો ત્યાં પણ તેને તેવી રીતે પૂર્વભવની જાતિ યાદ દેવડાવી અને તે પછી તે આહારને ત્યાગીને વરુ થયો એ પ્રમાણે ગીધ કાગડો અને મયૂર થયો તે મયૂરના ભવમાં તે રાજકુમા૨ી વડે, જનકરાજા વડે કરાતા અશ્વમેઘ યજ્ઞના હોમ માટે સ્નાન વાળો મરીને જનક રાજાનો પુત્ર થયો. પછી ત્યાંથી પિતાને ઘરે આવેલી એવી તેણે તેના આદેશથી પિતાએ કરેલા સ્વયંવર મંડપમાં તેને પરણીને ભોગોને ભોગવી સ્વર્ગમાં ગયો તેણી પણ સ્વર્ગમાં ગઈ તે કારણથી પાપી એવા પાખંડી સાથે વાર્તાલાપ અને સહવાસ છોડી દેવો. વિશેષથી ક્રિયાના સમયે અથવા યજ્ઞ આદિમાં દીક્ષિત થયેલા એવા આ પાખંડી સાથેના વાર્તાલાપનો દોષ હે બ્રાહ્મણો ! મેં કહ્યો અને તેવી રીતે અશ્વમેઘ, હવન, સ્નાનનું મહાત્મય એ પણ દોષ રૂપ જ છે. II૨॥
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (277 અંશ-૩, તરંગ-૪