________________
જેના ઘરમાં ક્રિયા નથી ત્યાં એક માસમાં (દોષ) ઉત્પન્ન થાય છે. તેથી હે બુધ્ધિમાન નર! તેને જોઈ જવાથી સૂર્યને જો અર્થાત્ સૂર્યનું દર્શન ક૨ ॥૩॥ વળી હૈ દ્વિજ ! વેદ વાક્ય (શાસ્ત્ર)ના વિરોધિ પાપી પાખંડીનું ખાનારાઓએ સર્વરીતે ત્રણે સારી રીતે છોડ્યા છે. તેનું શું પૂછવું ? ૫૪૫
હે બુધ જન ! આ પાપી પાખંડીઓ સાથે બોલવું નહિ તેની સાથે વાર્તાલાપ કરવાથી તે દિવસે ઉત્પન્ન થયેલું પુણ્ય નાશ પામે છે. આ વાત વિષ્ણુ પુરાણના ત્રીજા અંશના ૧૮ મા અધ્યાયમાં કહી છે.
હવે બીજો તાકાત વગરના પગવાળો અને દિશાની ભ્રાન્તિવાળાની સરખો કોઈક અનભિગૃહિત (કદાગ્રહવિનાનો) ભવ્યાત્મા કંઈક માર્ગને અનુસ૨ના૨ો મિથ્યાદર્શનમાં કહેલા વ્રત, દાન, તપ, કંદમૂલ ભક્ષણ, સ્નાન વિ. ક્રિયાને કરતો જૈન ચૈત્ય, મુનિ, શ્રાવક વિ. ઉ૫૨ દ્વેષ વગરનો હોવાથી તેમનો પણ સંસર્ગ, વચન સુણવા વિ. કરીને નાગ, દેવતા, પશુબલિ, મહા કોટિહોમ આદિ મહાઆરંભ રૂપ ક્રૂર ક્રિયામાં આનંદ નહિ પામતો ચંડાલ થયેલા બ્રાહ્મણ વિ. ની જેમ, મનુષ્ય, ગતિ અને તિર્યંચ યોનિ ભમીને પહેલા પુરુષની જેમ મોક્ષથી દૂર નહિ (આસન્ન) થઈને પહેલાંની જેમ અપૂર્વક૨ણ રૂપ સૂર્યોદય થતાં દિશાની ભ્રાન્તિ નિકળવા સરિખા મિથ્યાત્વના કારણે થયેલી તત્વની ભ્રાન્તિથી દૂર થયેલા મનવાળા કોઈ પણ રીતે યક્ષવનં સરિખિ મનુષ્ય ગતિને પામીને અને યક્ષ સરિખા ગુરુને પામીને તેના ઉપદેશથી સમ્યગ્ માર્ગમાં પ્રવર્તન ક૨વાથી અલ્પ ભ્રમણે કરીને પૂર્વ પુરુષની પહેલાં ઉત્કૃષ્ટથી અનંત ભવ કરીને કંઈક ન્યુન (ઓછા) પુદ્ગલ પરાવર્તમાં મુક્તિ પામે છે. એ પ્રમાણે બીજા પુરુષની વિચારણા કરી.
ચંડાલ થયેલા બ્રાહ્મણનું વૃતાંત
વારાણસી નગરીમાં ઈન્દ્રશર્મા નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે વેદાદિ સર્વ વિદ્યાનો પારગામી અને કુલમદથી ઉન્મત્ત બનેલો હતો. યાત્રા વિવાહ, દીક્ષા - ઘર, મંદિર, તળાવ, વાવ આદિની સ્થાપના વિ. માં અને જન્મ મરણ વિ. માં તેને જ લોકોએ અગ્રેસર બનાવ્યો હતો અને તેને
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (278) અંશ-૩, તરંગ-૪
-