________________
વળી કેટલાક શ્રાવકવિ ના સંસર્ગથી કંઈક તેવા પ્રકારના શ્રાવક ધર્મને જાણવાથી અને આદર કરવાથી શત્રુંજય ઉપર મરેલો પોપટ તથા જિનેશ્વરની આગળ અક્ષત ફલ પૂજા કરનારા પોપટના યુગલની જેમ સદ્ગતિને પામીને સુખના અર્થિ સુખને પામે છે. બીજા તો શ્રાવક ધર્મને નહિ જાણવા છતાં પણ વિશેષ પાપ ન કરવાના કારણે વિશેષ દુઃખનો અનુભવ કરતા નથી. તેવી રીતે કેટલાક ગૃહસ્થીઓ શ્રાધ્ધ ધર્મને કંઈક જાણેલો અને કંઈક સ્વીકારેલો હોવા છતાં પણ વિષય લાલસાને છોડવામાં અસમર્થ બને છે. પહેલાં પત્નિ, પુત્ર વિ. ના મોહના બંધનો વડે બંધાયેલા આશા માત્રથી બંધાયેલા માનતા અને પછી સ્વજનો વડે બંધનો છેદવા માટે શક્ય હોવા છતાં પણ અસાત્વિક પ્રકૃતિના કારણે વિષય રૂપ તૃષ્ણાથી બંધાયેલા ગૃહસ્થરૂપ પીંજરાનાવાસની નિયંત્રણા (પીડા)ને પામે છે. અનુભવે છે. પછી નીકળવા માટે શક્ય હોવા છતાં પણ પરિષહ વિ. થી ડરતાં હોવાથી તેમાંજ (ગૃહસ્થીપણામાંજ) રહે છે. અર્થાત્ તેનો જ આશ્રય લે છે. પરંતુ સુખની ઈચ્છાવાળા હોવા છતાં પણ સ્વીકારતા નથી. કેટલાક લોકો સ્કૂલપ્રાણાતિપાત વિ. વિરતિ સામાયિક આદિ ક્રિયારૂપ મધ્યમ પ્રકારનો શ્રાવક ધર્મ પાળ્યો હોવાથી વિશેષ પ્રકારે મહા આરંભાદિ પાપ નહિ કરવાથી પરલોકમાં સૌધર્માદિક દેવલોકના સુખને અનુભવે છે – પામે છે. શ્રી મહાવીર પ્રભુના પૂર્વભવનો જીવ નયસારની જેમ અર્થાત્ મહાવીર પ્રભુના નયસારના ભવની જેમ.
કેટલાક વિશેષ પ્રકારે શ્રાવક ધર્મના અનુષ્ઠાનાદિથી રહિત હોવા છતાં પણ વિશેષ પ્રકારના આરંભાદિ પાપોને નહિ સેવતાં થોડાક દાનાદિ ધર્મ વડે કરીને ધનાસાર્થવાહ વિ. ની જેમ મનુષ્યાદિના ભોગનું સુખ ભોગવે છે. પામે છે. ઈતિ. ધર્મને જાણનારા ગૃહસ્થનો પ્રકાર થયો. આ માનવનો આઠમો પ્રકાર પૂર્ણ થયો ll૮ી.
(૯) હવે જેવી રીતે હાથી ઉત્તમ સ્વભાવવાળા છે. (૧) રાજરૂપી , લક્ષ્મીને શોભાવનારા છે. (૨) અને સારા લક્ષણવાળા તેની લક્ષ્મીને વધારતા તેના અને પોતાના મહિમાને વિસ્તારે છે (૩) થ્રેષ્ઠ આહારજ ખાય છે. અને રાજા અને પ્રજા વડે પૂજાય છે. (૪) અને રક્ષાય છે. (૬) સુંદર અલંકાર વિ.
EndinishithiHaintillulitihisisitinguistiaધ્યક્ષસક્ષમmiliaaaaipuધાયાધaaaaaaa
a
geelaBaaaaaaaaaaaaaaaaaaaaaટાઢકલિકણઝફફરરર૩
|| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (263) અંશ-૩, તરંગ-૩]
taaaaaaaaaaaaaaaaaaaaaaaaaaહારિશમરડી]