________________
એ પ્રમાણે કેટલાક સામાન્ય ગૃહસ્થો અને રાજાના નોકરો વિ. શ્રાવક ધર્મને જાણનારા ઘોર આરંભ રૂપ આશ્રવની પ્રવૃત્તિઆદિ પાપો વડે ભાવમાં ભયંકર દુર્ગતિના દુઃખો મલશે એવું જાણતા હોવા છતાં પણ તેઓ પાપકારી પાંચે ઈન્દ્રિયોના પાંચ પ્રકારના વિષયાદિમાં લુબ્ધ બનેલા તેવા પ્રકારના ધન, રાજમાન, રાજ્ય વિ. માં ખોટા ગર્વને ધરનારા બહુ (મોટા) આરંભ, રાજવ્યાપાર, યુધ્ધ, ગામ, નગર વિ. ના ધાત કરનારા વધુ શું કહેવું ? કેટલાક સર્વ પ્રકારના પાપોમાં પ્રવર્તન કરનારા, બધી રીતે આસ્ત્રવની વિરતિ (સંવરભાવ) સ્વીકારેલ હોવા છતાં પણ તેના પાલણ વિ. થી રહિત હોય છે. અને કેટલાક ક્યારેક અન્ત સમયે આરાધવાને માટે સમર્થ બને છે. અને તેઓ કંઈક સદ્ગતિને પામે છે. ચેટક, કોણિક, સંગમ, મૃગ, વરુણ વિ. ની જેમ દુર્ગતિ અને મધુ રાજા વિ. ની જેમ સદ્ગતિને પામે છે.
વળી કેટલાંક અંતે પણ પૂર્વના અભ્યાસના કારણે (પડેલકુસંસ્કારના કારણે) આત્માને પાપથી પાછો હટાવવામાં અસમર્થ બનેલા, મરણ રૂપ લાકડીથી હણાયેલા માર્જર (બાલાડા)ની જેમ દુર્ગતિમાં ગયેલા વિવિધ દુ:ખોને ભોગવે છે – અનુભવે છે. શ્રેણિક રાજા, સત્યકી, બ્રહ્મદત્ત ચક્રિ વિ. ની જેમ આનંદ વિ. અને નિયોગી તાપસ, શ્રેષ્ઠિની જેમ.
આ પ્રમાણે સુખના અર્થિ હોવા છતાં પણ દુઃખી અથવા અલ્પ સુખવાળા બને છે. ઈતિ સાતમો નર પ્રકાર અને જૈનધર્મને જાણનાર ગૃહસ્થોનો પહેલો પ્રકાર પૂર્ણ થયો II
(૮) હવે જેવી રીતે પોપટ બંધાયેલા નહિ હોવા છતાં પણ ઝુલતી કમલની નાલ પર બેઠેલા પોપટની જેમ ઠગાતા હોય છે. ઈતિ એ પ્રમાણેના વચનથી પોતાની જાતને બંધાયેલા માનતા અથવા થોડા પણ બંધનથી બંધાયેલા પાંજરાના રહેવાસની નિયંત્રણાને માને છે. - સ્વીકારે છે. અથવા પાંજરાથી મુક્ત પણ મનુષ્યના હાથ વિ. માં રહેલા નિરંતર મિષ્ટ, ફલાહાર થકી પુષ્ટ થતાં – પોષાતા તે સુખના આસ્વાદમાં રસિક (લાલચુ) બનેલા જાતે ઈચ્છા મુજબ ઉડી જતાં નથી. અને બલ્લી વિ. ની ભીતીના કારણે પાંજરામાં જ રહે છે. પરંતુ કીડા માંસાદિ ખાવાનું પાપ કરતાં નથી આહાર અલંકાર લાલન, પાલણની ક્રિડા આદિનું સુખ અનુભવે છે.
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 262) અંશ-૩, તરંગ-૩||
រឿងរាមយោ០8888898ណងដ
ងខលននរណ8ណទរវាងខេនបងRR
gasarBananaaaaaaaaaaaaaaaaaaaaaaa
a aaaaaaaaaa
CORRECOR
DS