________________
અનાદરના કારણે જંગલની ભ્રાંતિથી કોઈક માર્ગના આભાસથી દોડે છે. રાત્રિ ઘણી બાકી હોવાથી જંગલમાં જવા આદિના કારણે વિશેષ મુસાફરો ન મલવાથી અને જો મલે છે તો પણ અભિમાનથી ગ્રસાયેલો હોવાથી પૂછયા વગર પગની તાકાતના કારણે અત્યંત ત્વરિત ગતિએ જવાથી ત્રણ પહોરમાં દશ યોજન ચાલી ગયો અને પછી પોતાની પાછળ સૂર્યોદયને જોઈને ઉત્પન્ન થયેલા દિશાની ભ્રાન્તિના અતિરેકવાળો સૂર્યોદયથી નિશ્ચિત કરેલ ઉલટી દિશાના ગમન વાળો એવો તે પોતાના પગની તાકાત ઉતાવળાપણાને અને અભિમાન વિ. ને વિચારતો ઈચ્છિત પુરની પ્રાપ્તિ નહિ થવાના કારણે નિરાશ થયેલાની જેમ જલ્દી પાછો વળ્યો પરંતુ મોટા અરણ્યમાં આવી જવાથી માર્ગને નહિ જાણતો હોવાથી અત્યંત ભૂખ તરસ થાક ઉત્પન્ન થયેલો પગનો દુઃખાવો અને ઢીલાપણા વિ. થી રહેવાનું સ્થાન એવા યક્ષના મંદિર સુધી પણ જવા માટે સમર્થ નથી. વળી રસ્તો બહુ દૂર થઈ જવાના કારણે ઈચ્છિત પુરે કેવી રીતે જવાય ?
હવે ક્યારેક અરણ્યમાં આમ તેમ ભ્રમણ કરતાં સ્વભાવિક રીતે નસીબ જોગે તેવા પ્રકારના મળેલા પુરુષના કહેવાથી માર્ગને પામીને ઘણા સમયે યક્ષના મંદિરે પહોંચ્યો – આવ્યો અને ત્યાર પછી પહેલાં કરેલા પોતાના અભિમાન પ્રમાદ વિ. ને વિચારતો પ્રણામ વિ. થી યક્ષને સંતોષીને તેના ઉપદેશ, પ્રભાવ વિ. થી ઈચ્છિત માર્ગ ને જાણ્યો અને પૂર્વના ચાલેલા બધા સાથિઓને ઈચ્છિત પુરને પામેલા જાણીને અભિમાન વગરનો થઈને ચાલતાં કેટલાક સમયે બધાની પછી તેણે તે ઈચ્છિત પુરને પ્રાપ્ત કર્યું Illl હવે બીજો તેવા પ્રકારની ગાઢ નિદ્રા ન આવવાથી રાત્રિના બીજા પહોરે ઉઠીને પહેલાં પોતાના સાથિઓને ત્યાં ન જોતાં પોતાની જાતને તેનાથી ઠગાયેલી માનતો, કરિયાણાને માટે ઉતાવળ કરતાં અભિમાન, અજ્ઞાન વિ. ના કારણે યક્ષને અવગણીને પહેલાની જેમ ઉત્પન્ન થયેલ દિશાની ભ્રાંતિથી પશ્ચિમ દિશા પ્રતિ ચાલ્યો જલ્દી ચાલતો હોવા છતાં પણ પાછળથી જાગેલો હોવાથી વળી બલ વગરના પગવાળો હોવાથી સૂર્યોદયે ત્રણ-ચાર યોજન ચાલી ગયો પછી પાછળ ઉગતા સૂર્યને જોઈને ઉલટી દિશામાં છું એવું નિશ્ચિત કરી પહેલાંની જેમ અફસોસ આદિ કરતો પાછો વળ્યો થોડું ચાલવાથી લાગેલા થોડા થાકને
SOBRRRRRRggggggggRBBBBBBBBBBBBBBBBRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRSS
રામ
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
અંશ-૩, તરંગ-૪