________________
વળી કોઈ વનમાં એક સિંહ રહેતો હતો અને તે, તે વનના બધા જંગલી પશુઓથી બીજા જંગલમાંથી લાવીને એકએક પશુને આપવા થકી અને સેવા થકી ખુશ થયેલા તેણે આપેલા અભય વચનથી અને બધા ઉપદ્રવોના રક્ષણથી સેવાતો શોભે છે. - હવે કેટલાક દિવસ ગયા પછી એક કોઈક જંગલી પશુ ક્યારેક કૂવામાં પડી ગયું અને તેને જોઈને પશુઓએ સિંહની પાસે આવીને કહ્યું કે તમે અમારા સ્વામિ છો તેથી ગમે તેમ કરીને આને કૂવામાંથી બહાર કાઢો તે સિંહ પણ ઉત્પન્ન થયેલી દયાના કારણે તેઓની સાથે કૂવાના કાંઠે આવીને તેઓને કહ્યું.
હે! તમારામાંથી સમર્થ હોય તે મારા પૂંછડાને દૃઢપણે પકડો અને તેની પછી બીજો તેને પકડે એ પ્રમાણે ત્યાં સુધી કરો કે જ્યાં સુધી કૂવાના પાણી સુધી પહોંચાય તેના પૂંછડાને પકડી પહેલા પડેલો સુખેથી કૂવામાંથી બહાર નીકળશે. ઈતિ. તે પ્રમાણે તેઓને કર્યો છતે તે શ્રેણી કૂપમાં નાખીને સિંહે પણ મહાબલ વડે કરીને તેના પૂંછડે લાગેલા પહેલાં પડેલાં તે પશુને ખેંચીને કૂવામાંથી બહાર કાઢ્યો અને તેથી ઉત્પન્ન થઈ છે અધિક ભક્તિ એવા તેઓથી સેવાતો સુખને ભોગવે છે.
હવે તે જોઈને પ્રાપ્ત થયેલા ઉપાય વડે ગર્વિષ્ઠ થયેલો કોઈક શિયાળ તે પ્રમાણે કરીને તે પશુઓની શ્રેણીના ભારથી ગભરાયેલો તેઓને ધારી રાખવા માટે અશક્ત બનેલો તે જાતેજ કૂવામાં પડ્યો અને તે પશુઓ પણ તેમાં પડ્યા.
એ પ્રમાણે સિંહ સરિખા ગુરુઓ પોતાને અને પોતાને આશ્રયીને રહેલાઓને જન્મ - મરણ દુઃખાદિ રૂપ દવાગ્નિમાં લાગેલાઓને સંસારની (ભવ) વિષય તૃષ્ણા રૂપ નદીને સારી રીતે ઉતારીને રક્ષણ કરવા માટે સમર્થ બને છે. અને દુર્ગતિરૂપ કૂવામાં પડેલાઓને તેમાંથી ઉદ્ભરવા માટે સમર્થ બને છે. અને શિયાળ જેવા કુગુરુઓ શ્રુત, અર્થ, જ્ઞાન, ક્રિયા અનુષ્ઠાનાદિના બલથી રહિત હોવાથી પોતે અને પોતાની જાતને ડૂબાડે છે અને પાડે છે. ઈતિ સિંહ સરિખા સદ્ગુરુઓનો સુખના અર્થિઓએ આશ્રય કરવા યોગ્ય છે. અને આ
SREBBRRRRRRSB8888888ASRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRSSSSSSSSSSSSSSSS
કwith
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
અંશ-૩, તરંગ-૩
ដ៏888Rananaaaaaaaaaesae
aaaaa