________________
જંતુઓને ત્રાસ પમાડતો મોટા હાથીઓ ને પણ લક્ષ બનાવનાર (૩) ગમે તેમ કરીને કોઈનાથી પાશમાં પકડવા માટે શક્ય બનતો નથી (૪) મહા સુભટો વિ. થી પણ વશમાં આવતો નથી (૫) યુધ્ધાદિ માટે શૂરવીરો આહ્વાન્ કરે ત્યારે ભયંકર ગર્જનાના અવાજથી પૂંછડાના પછાડવા પૂર્વક ભયંકર દાઢાઓને કચકચાવવા વડે અને તીક્ષ્ણનખ રૂપી શસ્ત્ર વડે બીજા બહાદુર હોવા છતાં પણ તેઓને ડરાવતો અચાનક ઊભો થતાં જ ત્રાસ પમાડતો (નસાડતો) અને નહિ ત્રાસ પામેલાને (નહિ નાશેલાઓને) ચીરી મારી નાંખનાર છે (૬) પોતાના રહેઠાણ એવા પર્વતની ગુફા, વનના રહેઠાણને ભાંગનાર, હાથી, ભૂંડ અને તોડનારા પુરુષથી રક્ષણ કરે છે. (૭) પોતાની તાકાતથી આત્માને સુખી કરતો અને બીજા વનમાંથી એક એક પશુનું દાન કરનારા અને સેવા, શરણ વિ. માંગવા વડે ખુશ કરનારા પોતાના વનમાં રહેનારા પશુઓને સર્વ પ્રકારના ઉપદ્રવોથી યથા યોગ્ય રક્ષણ કરતો અને તેઓ વડે પરિવરાયેલો બધા જંગલી પશુઓનું અધ્યક્ષ (મુખી) પણું કરતો અને તેઓ વડે પ્રશંસાતો શોભે છે.
તેવી રીતે સ્થવીર કલ્પીઓ વિશુધ્ધ આચારવાળા મહામુનિઓ તપ તેજથી શોભતા, ગૂરૂ વિ. પદને ભોગવતા અને બીજાના આગમના તર્ક વિ. તત્ત્વ જાણવા થકી સર્વ પ્રકારના મિથ્યાદ્દષ્ટિઓનો પરાભવ નહિ સહન કરવા થકી દુઃખે કરીને જીતી શકાય તેવા વાદ વિ. બલથી શોભતા, વધતા પ્રભાવવાળા હોય છે. (૧)
ઘાસની જેમ અશુધ્ધ આહારના ત્યાગી, ધર્મરૂપી શરીરને પુષ્ટ કરનાર, શુધ્ધ આહાર, શય્યા, વસ્ત્ર, પાત્રા વિ. નો ઉપયોગ કરનારા (૨) વિ. મૃગ ની જેમ મિથ્યા વિષય કષાયને ઈચ્છનારા (ચાહનારા) ને ભવ્ય મન રૂપ વનમાંથી સ્વઉપદેશ માત્રથી ત્રાસ પમાડતા અને મોક્ષ મહિમા રૂપ તેજના પ્રભાવથી સર્વ રોગ, દુકાળ, મરકી વિ. ના ઉપદ્રવોને મોટા હાથીની જેમ અઢી યોજન ભૂમિ સુધી હણે છે. (૩) વળી કેટલાક મોટા પ્રભાવવાળા મિથ્યા ધર્મનો ઉપદેશ કરનારા કેટલાકો વડે કુશાસ્ત્રના ઉપદેશ વિ. થી શંકા, કાંક્ષાદિ અતિચારો રૂપ પાશમાં પડાયેલાઓને શુક્ર, પરિવ્રાજકથી ઉધ્ધરેલા
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (266 | અંશ-૩, તરંગ-૩