________________
થાવા પુત્રની જેમ ઉધ્ધરે છે. રૂપાદિપાત્ર રૂપ દેવી મનુષ્યની લલના (સ્ત્રી) વિ. વર્ડ અભયા બત૨ીથી ક્ષોભિત કરાયેલો અક્ષુબ્ધ સુદર્શન ઋષિ વિ. ની જેમ.
કુસુમપુર નગરના ધનનામના શ્રેષ્ઠિથી પુત્રી, ધન આદિથી લોભાવવા છતાં વિચલિત નહિ બનેલા શ્રી વજાસ્વામિની જેમ મોહપાશમાં પાડવા માટે અશક્ય છે (૪)
સ્વજનો, ભક્ત એવા શ્રાવક, શ્રાવિકા વિ. ની પણ મહાભક્તિદાન, વન્દન, પૂજન, કીર્તન આદિ વડે પણ અશક્ય છે આ વંદન પૂજન જે જે છે તે નાશના કારણ રૂપ જાણીને દુ:ખે કરીને કાઢી શકાય તેવા પ્રશંસારૂપ સૂક્ષ્મ શલ્યને છોડી દેવું (૧) ઈત્યાદિ આગમાનુસારે કરીને આલોકને વિષે પ્રત્યુપકાર કરનાર વિ. થી અહંકાર વિ. સુક્ષ્મ શલ્યની ઉત્પત્તિ વગર એટલે કે સૂક્ષ્મ પણ અહંકાર ધર્યા વિના અથવા તેના વશમાં આવ્યા વિના મહાવાદિઓએ વાદને માટે બોલાવાતાં સ્વાભાવિક ઉઠીને વિવિધ પ્રકારના પ્રમાણ હેતુ, યુક્ત વિ. સમુહ વડે દુ:ખે કરીને સામનો કરી શકાય તેવા પ્રમાણો ઉપન્યાસ (રજુઆત) પશ્નો વિ. થી પરાભવના ભયથી વ્યાકુલ થયેલા એવા તેઓને ત્રાસ પમાડતાં અને ત્રાસ નહિ પામેલાઓને સારી રીતે જીતી લેતાં (૬) પોતાના રહેવાના સ્થાનભૂત શ્રી જિન શાસનનું અથવા સ્વગચ્છનું કુવાદિઓથી અને પ્રમાદોથી રક્ષણ કરે છે ।।૭।। તેવી રીતે જિનશાસનરૂપ વનમાં અને સ્વગચ્છરૂપ ગુફા સ્થાનમાં ઘણા પ્રકારે ભવ્યજનને પ્રતિબોધવાના પુણ્યના લાભને અનુરૂપ વિવિધ ક્ષેત્રોમાં વિહાર કરતાં અને રહેતાં ઉચિત વિશુધ્ધ આહાર, વસ્ત્ર, શય્યા, પાત્ર આદિ દાન આપવા થકી શ્રી ગુરુની પૂજા કરતાં જે પોતાને કૃતાર્થ માનતા બહુ પ્રકારે રાજા, મંત્રિ, શ્રેષ્ઠિઓ વિ. ભવ્ય સમુહો થકી પોતાના શુધ્ધ ઉપદેશ રૂપ સારણા હેય અર્થે વારણા, ઉચિત પ્રેરણાઓ વડે મિથ્યાત્વ વિષય કષાય વિ. શત્રુઓથી થાક્યા વિના રક્ષણ કરવા વડે વંદન, સ્તુતિ પૂજા, સેવા વિ. કરનારાઓથી પરિવરેલા શોભે છે. અહીંયા વિશેષ આગમ ગ્રન્થ, છેદગ્રંથમાં પ્રસિધ્ધ કથાનક દવાગ્નિ સળગ્યો ત્યારે પહેલાં જણાવેલો જંગલી પશુઓનો નદી ઉતરવા આદિનો સંબંધ અહીં જાણવો.
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 267 અંશ-૩, તરંગ-૩