________________
રીતે તીર્થકર, ગણધર વિ. ની પણ અત્યંત પ્રભાવવાળા વિ. બતાવનાર વિશેષણો વડે વ્યાખ્યા કરવી (બતાવવી) એ પ્રમાણે તે મુનિઓ આલોક ને વિષે અધ્યક્ષતા (વડાપણું) અનુભવતાં તેઓ વંદન, નમસ્કાર, પૂજન, કીર્તન આદિ વડે મહાપ્રભાવ પણાને પામેલા તે ભવે જ અથવા એકાદિ થોડા જ ભવમાં શિવગામી થાય છે. માટે સુખના અર્થિઓ સમ્યક્ તેવા પ્રકારના ઉપાયો વડે ઉત્તરોત્તર સુખને અનુભવે છે. અથવા પામે છે. ઈતિ પ્રથમ મુનિ પ્રકાર થયો મૂળથી દશમો મનુષ્ય પ્રકાર થયો I/૧૦
(૧૧) હવે જેવી રીતે ભારંડ પક્ષીઓ બે જીવ, બે મુખ અને એક પેટવાળા ઈત્યાદિ લક્ષણવાળા મોટા શરીરવાળા પક્ષી વિશેષ છે. વળી હંમેશા અપ્રમત્ત રહેનારા પોતાને અને પોતાને આશ્રયીને (પકડીને) રહેલાઓને કેટલાક દુર્લંઘનીય પર્વત નદી, સમુદ્ર વિ. થી પાર ઉતારતાં કંઈક પાસાદિ ભય સ્થાનની શંકા આવતાં કોઈથી પકડી ન શકાય તેટલા ઉંચે ઉડતા કોઈથી પણ ક્યારેય પણ પાશ વિ. માં પાડવા (પકડવા) માટે અશક્ય બને છે. સુખના અર્થિઓ એવા તે ઈચ્છા મુજબ વિહારાદિ ના સુખને અનુભવે છે. એ પ્રમાણે જિન કલ્પિક પ્રતિમા સ્વીકારનારા મુનિઓ વિ. પૂર્વના અભ્યાસ વિ. થી યોગ્ય પણાને પામેલા ગુરૂની અનુજ્ઞાથી એકલા દ્રવ્યાદિ ચારથી અપ્રિતબધ્ધ વિહાર કરનારા સંપૂર્ણ રીતે નિઃસંગ (સંગ વગરના, અપરિગ્રહ) પ્રમાદ રહિત જાતે વિશેષ પ્રકારના ઉપદેશ આપવા વિ. થી રહિત અને કેટલાક જ પોતાના આશ્રિતોને પ્રમાદ - તૃષ્ણા, ભવના દુઃખથી પાર ઉતારતા, સૂર્યાસ્ત થાય ત્યાં રહેનારા આગમમાં કહેલા જિન - કલ્પ આદિ આચારને આચરતાં (સેવતાં) આ લોકને વિષે પણ જગતુ પૂજ્ય અને એકાદિ ભવમાં મોક્ષગામી સુખના અર્થી બારમાસ સુધી અહીંયા પણ અનુત્તર સુખને અને ભવાન્તરમાં નિરુપાધિક, અમિશ્ર, અવિનાશી, અનંત સિધ્ધિ સુખને અર્થાત્ મોક્ષ સુખને અનુભવે છે. અર્થાત્ પામે છે. ઈતિ. મુનિનો બીજો પ્રકાર અને મનુષ્યનો ૧૧ મો પ્રકાર થયો.
આ અગ્યાર ના પ્રકારોમાં પહેલાં ચાર પ્રકાર પ્રાયઃ બધી રીતે ધર્મ વિનાના જ લાગે છે. અને બાકીના ધર્મવાળા ક્રમથી બધાય ઉત્તરોત્તર ઉત્તમ છે. ઈતિ.
នយវាលរាបនននននននននរណការនិង
Basaasaapaaaaaaa baaaaaaaaa0ારાવાસાકાકાસણા
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) |
અંશ-૩, તરંગ-૩