________________
અભ્યાસ થકી કંઈક સ્વર્ગ, રાજ્ય વિ. ના સુખોને પ્રાપ્ત કરવા છતાં પણ ભવના દુઃખથી છુટતાં નથી.
સૂયગડાંગ સૂત્રમાં કહ્યું છે કે :- જેઓ માંસ વિ. અને અંતવાળું ખરાબ ભોજન ખાય છે. જેઓ આ લોકની માયામાં મુંઝાય છે. તેવા અનંતશઃ ગર્ભમાં આવ્યા છે. ઈતિ પાંચમું દૃષ્ટાંત અને દાષ્ટાંતિકની યોજના વડે નરપ્રકાર થયો પા
(૬) હવે આગળ જેવી રીતે માસાહસ પક્ષીઓ રસનાને વશ થયેલા પરિણામે ખરાબ ક્રિયાને જાણતાં હોવા છતાં પણ માંસની લોલુપતાના કારણે સૂતેલા સિંહના ખુલ્લા મુખની દાઢમાં રહેલા માંસના નાના કણોને શિઘ્રતાથી ચાંચ વડે ખેંચીને તરુ વિ. ઉપર બેસીને મા સાહસ મા સાહસ એ પ્રમાણે બોલતાં માંસને ખાઈને ફરી વારંવા૨ તેવું કરવામાં નહિ અટકતાં એક વખત સિંહના મુખરૂપી યંત્રથી પીડાયેલા (પકડાયેલા) સુખનાઅર્થિ હોવા છતાં પણ મરણાદિ દુઃખને પામે છે.
તેવી રીતે પાર્શ્વસ્થા ઉપલક્ષણથી કુશીલ વિ. ભણેલા જિનાગમ વડે લોકોત્તર દૃષ્ટિવાળા પ્રમાદથી ભવદુઃખ રૂપ જાલમાં પડવાના કારણોને જાણતા હોવા છતાં પણ ઇન્દ્રિયાદિના સુખના લંપટપણાથી બીજાઓને મોક્ષમાર્ગને અનુકુલ અનુષ્ઠાનાદિનો ઉપદેશ આપવા છતાં પણ પોતે તે ન કરતાં અસંયમ માર્ગમાં ચાલનારા સુખની ઈચ્છાવાળા હોવા છતાં પણ અનંત ભવ દુઃખના ભાજન બને છે. કેટલાક બ્રહ્મચર્યાદિ કંઈક ક્રિયા વિ. કરીને કિલ્બિષિક દેવ રૂપે ઉત્પન્ન થવા છતાં ત્યાંથી ચ્યવી ભવમાં ભટકનારા પ્રાયઃ કરીને થાય છે. ઈતિ માસાહસ પક્ષીના દૃષ્ટાંત વડે છઠ્ઠો પ્રાર્થસ્થાદિ રૂપ નર (મનુષ્ય) પ્રકાર પૂરો થયો IF
(૭) હવે જેવી રીતે બીલાડો રસનેદ્રિયના સુખની લંપટતાથી દૂધ પીતાં તે શ્રીમંતથી અનર્થ થશે તેમ જાણતો હોવા છતાં પણ તે દૂધના પીવા પણાથી નહિ વિરમતો (અટકતો) લાકડીને જોઈને કેટલાક ક્યારેક ભાગી જવા માટે સમર્થ બને છે. અને કેલાક અચાનક એકદમ તેનાથી ઘવાયેલા સુખના અર્થિ હોવા છતાં પણ દુ:ખી થયેલા તે મરે છે.
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) | 261 અંશ-૩, તરંગ-૩