________________
કારણે ઉત્પન્ન થયેલા ક્રોધથી સ્વેચ્છાએ ઉત્તમ પુરુષોને અને નાના મોટા બીજા બધા જીવોને ડંખ આપી આપીને કદર્થના કરે છે. અને મારી પણ નાંખે છે. આહારાદિ માટે દેડકા, ઉંદર વિ. નાના પક્ષી અને તેના બચ્ચાઓ, નાના સર્પો વિ. ને પણ ગળી જાય છે. ખાઈ જાય છે. વિકસિત ફેણ કરીને જગતને પણ ડરાવે છે. અને કેટલાક મોહ વિ. ના કારણે ધન ઉપર અધિષ્ઠાયક બનીને બેસે છે. અને તેના માટે બીજાઓને દૃષ્ટિવિષ વિ. વડે હણે છે. ઈત્યાદિ પાપોએ કરીને અહીંયા પણ સમર્થ લોકો વડે પકાતા (રંધાતા) પાપોદયે અથવા ડરથી પણ મરાય છે. ગારુડીઓ (મદારી) પકડી પકડીને ઘરે ઘરે ફેરવીને વિવિધ પ્રકારે કદર્થના (પીડા) કરે છે. કરંડીયામાં પુરાવા પણું, ભૂખ, તરસ વિ. કષ્ટોનો અનુભવ કરે છે. અને મોટા સર્પો પણ ખાઈ જાય છે વળી મરીને પાંચમી નરક સુધીના દુર્ગતિના દુઃખોને અનુભવે છે.
એ પ્રમાણે રાજાઓ ક્રૂર પ્રકૃતિવાળા, મિથ્યા વૈભવ વિ. ના અભિમાનથી ઉધ્ધત બનેલા મહાપાપોથી પણ પરલોકના ભયને નહિ જોનારા (ગણકારનારા) સ્વલ્પ પણ અપરાધ વડે ક્રોધી બની નગર, મનુષ્યના ઘાત વિ. કરવા વડે મહાપાપ ને કરે છે. શ્રી મહાવીરપ્રભુનો જીવ ત્રિપૃષ્ઠ વાસુદેવ વડે ગાયકોને દૂર નહિ કરનાર પુરોહિત (મંત્રી) ના કાનમાં તપાવેલું સીસું નંખાવી ઘાત ક૨વાની જેમ (મહા પાપ કરે છે) દેશ - ગામનો ઘાત સળગાવવા વિ. પણ કરે છે. અનાર્યો (મ્લેચ્છો) વિ. અને ચૈત્ય વિ. (મંદિર વિ.) નો ધ્વંસ પણ કરે છે. ભયંકર યુધ્ધ કરવા થકી કોણિક આદિની જેમ નકરના દુ:ખોને પામે છે અને ગોત્ર વધ વિ. પાપો વડે કરીને પાણ્ડવાદિની જેમ કનકકેતુ પરશુરામ વિ. ની જેમ પુત્ર, પિતા, માતા, ભાઈ, પત્નિ વિ. નો ઘાત આદિ પણ કરે છે અને મોટા રાજાઓ નાના રાજાઓને ઉદ્વેગ પમાડે છે. વિડંબના કરે છે. હણે પણ છે એ પ્રમાણે સુખના અર્થિ હોવા છતાં પણ મહા પાપના આચરણથી અને તેના પરિપાક (ઉદય) વડે (થતાં) રાજ્યથી ભ્રષ્ટ,‘જેલ, ઘેર ઘેર ભીક્ષા માટે ભ્રમણ (ભીખારીપણું) તાડન, બેડી વિ. અનેક પ્રકારે વિડંબનાવધ - બંધ આદિ દુઃખો મુંજ, સહસ્ત, અર્જુન, ચંણ્ડપ્રદ્યોત ઈન્દ્ર નામના વિદ્યાધરોની જેમ પામે છે. બીજા મોટા રાજાઓ વડે અહીંયા પણ દુઃખ પામે છે. અને
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 259 અંશ-૩, તરંગ-૩