________________
અર્થિપણા વડે કરીને કુકર્મમાં વર્તનારા આલોકને વિષે સર્વજનને માટે નીંદનીય બને છે. પરલોકમાં દુર્ગતિના દુઃખોને અનુભવે છે ઈતિ બીજુ દૃષ્ટાંત અને દાર્દાન્તિકની વિચારણા કરી |રા
(૩) ઝષા - મત્સ્ય રસનાના સુખની લંપટતાથી પોતાના ઉદરને પૂરવા માટે જ પ્રવૃત્તિવાળા, પોતાના શરીરની મોટાઈના બળથી ગર્વધારી (મોટા મલ્યો) અલ્પ બલવાળા (નાના) પોતાની જાતનાં હોવા છતાં પણ ખાવાના પાપથી સાતમી નરક સુધીના દુઃખને પામે છે. અહીંયા પણ આહાર વિ. ને માટે પ્રમાદશીલ ભમતાં ભમતાં માછીમારની જાલમાં પડેલા કદર્થનાને પામે છે. અને મોટા માછલાઓ વડે પણ ખવાઈ જાય છે.
તેવી રીતે નિયોગિઓ એટલે કે રાજાના માણસો પોતાના સ્વામિના બલથી ગર્વ ધરનારા સારા એવા ધનવાન (શ્રીમંત) લોકોના છીદ્રોને જોનારા (જોતાં) પોત પોતાના વિષય સુખ અને મોટાઈ વિ. ની સાધના માટે અને સ્વામિને ખુશ કરવાને માટે, ધનની પ્રાપ્તિ માટે લાંચ લેવા વિ. સારા માણસોને દંડ, સંતાપ આદિને કરે છે. ચોરોનો અને ગામોનો ઘાત પણ કરે છે. અને કરાવે છે. વળી ચાકયની જેમ ઉપાયો યોજી રાજાઓનો પણ ઘાત કરાવે છે. એવા પાપો વડે સમય પાકતાં અહીંયા પણ રાજાના દંડ, જેલ, બેડી વિ. ના બંધનો, માર, ભૂખ, તરસ, અડચણ, મરણ કુટુંબ પકડાવા આદિ વિવિધ પ્રકારના પરાભવ વિ. કદર્થનાને ભોગવે છે. પામે છે, સહે છે.
નવા રાજાને માન્ય માણસો વડે જુના દ્રવ્યના અભિલાષિ નોકરો વખત જતાં ઈર્ષાળુઓ વડે પરાભવ પામે છે. વિરોધિ મંત્રી વડે કલ્પક મંત્રીની જેમ, (પરાભવ પામે છે.) સુબંધુ મંત્રિઆદિથી ચાણક્ય વિ. ની જેમ, વરરુચિ બ્રાહ્મણ વિ. થી શકટાલ વિ. ની જેમ, અને વર્તમાનમાં અનુભવવાળા ઘણા ઈર્ષાળુ મંત્રિની જેમ, વળી પરલોકમાં વિવિધ દુર્ગતિઓમાં જવાનું અનંત ભવ ભ્રમણાદિ દુઃખોને પામે છે. ઈતિ દૃષ્ટાન્ત દૃષ્ટાન્તિકની યોજના પૂર્વક ત્રીજો પ્રકાર પૂર્ણ થયો llll
(૪) સર્પ - જેવી રીતે સર્પો સ્વભાવથી પણ ક્રૂર, ક્રોધવાળા અભિમાની પ્રકૃતિવાળા, પગના સ્પર્શ વિ. સ્વલ્પ કારણ માત્રથી પણ અભિમાનના
Huawe૨૩
કરશનક્સમક્ષધાલય 28ળna
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (258) અંશ-૩, તરંગ-૩
BhaBaaaaaaaaaa#aasaaaaaaaaaaaaaaaaaaaaaaa