________________
આવતાં સેવક ભક્તની જેમ માર્ગમાં તમારી પાસેથી ખસ્યો નથી અને જે મને પ્રાણ સરિખો હતો તે કૃતજ્ઞ મોતિ નામનો કૂતરો મૃત્યુને પામ્યો છે. તેથી તેને પુત્રની જેમ માનીને ભોજન છોડી દેવું અર્થાત્ ભોજન કરવું યોગ્ય નથી. તે સાંભળીને સુંદર આ પ્રમાણે બોલ્યો કે માર્ગમાં કોઈના કહેવાથી મેં જે દાન આપ્યું હતું તે દિવસથી મને શુભ ફલ મળે છે. જેથી કૂતરો અકાળે મર્યો છે તે પણ શુભ ને કરનારૂં મને જણાય છે. એમ કહીને બલાત્કારથી યશોમતિને ભોજન કરાવ્યું પછી એક વખત સુધાથી (કળી-ચુનાથી) લેપાયેલું તેના ઘરનું અગ્રવાર અકસ્માતુ (ઓચિતું) મૂળથી ભાગ્ય હનની જેમ પડી ગયું અને ટુકડાઓ થઈ ગયા. એટલે ચૌટામાં જઈને તે યશોમતિએ તે શ્રેષ્ઠિને તે વાત કરી તેણે ઉત્તર આપ્યો આ પણ થયું તે સારું થયું એમ જણાય છે.
હવે એક વખત સુવર્ણ કમળો વડે પોષાતી (પાલણ કરાતી) હોવા છતાં અને રોષ વિના વળી પિતાએ બોલાવી ન હોવા છતાં પૂત્રવધુ પિતાને ઘેર જતી રહી. આ પ્રમાણે યશોમતિએ સુંદરની આગળ કહેતાં અંતરમાં વિચાર કરીને તેવા જ પ્રકારનો પ્રત્યુત્તર આપ્યો તે પછી એક વખત સાંકડી ગલી વાળી શેરીમાંથી પાછળથી ચલાવી રહેલા બળદોમાંથી એક બળદ છુટો પડી ગયો તેમાં દેશી વેપાર કરનારાનો જાતિ રત્નથી ભરેલી ગુણીવાળો એક બળદ પુણ્યના ભંડારની જેમ તેના ઘરમાં ઘૂસી ગયો. વિચારવાન એવા સુંદરે પ્રવેશ કરેલા બળદને જોઈને ચારે દિશાઓમાં ધ્યાન રાખીને ગોણિને લઈ તેને મૂકીને તે બળદને કાઢી મૂક્યો.
પછી ગોણિને ખાડો ખોદી તેમાં તે મૂકીને ઉપર લેપ કરીને કલ્યાણકારી સ્વસ્તિકનું નિશાન કર્યું પછી ઘણા દિવસો ગયા પછી તેને બહાર કાઢીને જાતિરત્નો જોયા અને વિચારીને યશોમતિ ને કહ્યું કે જો કૂતરો મર્યો ન હોત તો કર્કશ ભસતો એવો તે દોડ્યો હોત (સામે ધસ્યો હોત) અને બળદે તેના આ ત્રાસથી તારા ઘરમાં પ્રવેશ પણ ન કર્યો હોત (કરી શકત) તે મર્યા છતાં પણ જો મારા ઘરનું દ્વાર પડ્યું ન હોત તો આ બળદ ગુણી સાથે ઘરમાં આવી શક્યો ન હોત વળી આને પ્રવેશ કર્યો પણ જો પૂત્રવધૂ પિતાને ઘેર ગઈ ન હોત તો કોઈપણ સ્થાને તેણે કહ્યું હોત અને તેથી લોકોમાં આ ખુલ્લુ
ass
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (251)
અંશ-૩, તરંગ-૨
thaaaaaaashaaaaaaaaaaaaaaaaataanegnantinikeanક્ષ