________________
લોહીનો કાદવ કરીને જો એ પ્રમાણે સ્વર્ગમાં જવાય છે તો નરકમાં કેવી રીતે જવાશે ?
સ્કંધ પુરાણમાં પણ કહ્યું છે કે વૃક્ષોને છેદીને, પશુઓને હણીને, લોહીનો કાદવ કરીને, તિલ, ઘી આદિ અગ્નિમાં હોમીને સ્વર્ગની અભિલાષા (ઈચ્છા) કરવી તે એક આશ્ચર્ય છે. ઈત્યાદિ
કેટલાક અપાત્રમાં દાન અશુધ્ધ દાન, ગાયત્રી આદિના જાપ વિ. ધવ, પલાશ વિ. ની જેમ પ્રાયઃ કરીને ફલ વગરના બને છે. વિશેષ સામગ્રી વડે કેટલાક ફલને આપનારા અને અનર્થ કરવા વાળા હોવાથી વનને વિષે અને ધર્મને વિષે વિવિક્ષા (વિચારણા) કરી નથી.
અહીંયા હંમેશા લાખનું દાન કરનારા ગજીભૂત શ્રેષ્ઠિ દાનશાલાદિ બંધાવાના કારણે, મહાદાનાદિ પ્રવર્તાવનારા નંદન મણિયાર, સેચન ગજીભૂત, લાખ મૂલ્યવાળું ભોજન કરાવનાર બ્રાહ્મણાદિના દૃષ્ટાંતો જાણવા.
કેટલાક પાપકારી અનુષ્ઠાન તપ, નિયમ, દાન વિ. વૃક્ષારોપણ, વાવ, કૂવા, તળાવ આદિ ખોદાવવા, અનીતિ દ્વારા દ્રવ્ય ઉપાર્જન અને કુપાત્રમાં દાન વિ. બોર, શમી વૃક્ષની જેમ કેટલાક રાજ્ય વિ. અસા-શુભ ફલને દુર્લભ બોધિપણું, હીન જાતિ પણે, પરિણામમાં વિરસતા (શુભ નહિ) આદિ અનર્થને આપનારા થાય છે. કોણિકના પૂર્વ ભવના તપની જેમ અને જે લોકોત્તર મિથ્યા દૃષ્ટિ સુદઢ, આદિ દેવ વિ. પણામાં ઉત્પન્ન થયેલા અને ચીરકાલ સંસારમાં ભટકનારા તે પણ મિથ્યા તપમાં તત્પર (લીન) પણાથી આજ ભાંગામાં જાણવા.
કેટલાક તો કિંપાક ફલ વિ. ની જેમ તે તે પ્રકારના કદાગ્રહ દેવગુરુ આદિ પ્રત્યે શત્રુતા (અરુચિ, અનાદર) વિ. વિશેષ ભાવના કારણે તેવા પ્રકારના તપ, અનુષ્ઠાન વિ. એક વાર સ્વર્ગાદિ ફલને આપીને ચીરકાલ સંસારમાં તીર્યચપણું, નારક વિ. દુઃખને આપનારું બને છે. ગોશાલક અને લાન્તક દેવલોકની નીચે તેર સાગરોપમના આયુષ્યવાળો કિલ્બિષિપણે ઉત્પન્ન થયેલો જમાલી વિ. ની જેમ (દુઃખ આપનાર બને છે.) | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 249)અંશ-૩, તરંગ-૨ ||
Eળaaaaaaaaaaaaaaaaaaaaaધાયussinistવયaaaa
રરરરરરરરરરરર રરરરરરક્સરસવા
renenataneonateટાઢિeeeeeeeeeeeeeeeeeee
ee1
કિaiaaaaaiiiiiiitaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa%a8BaaaaaaaaauuuuuuuuadધીનBalasualuauasધી
શિક્ષaaaaaaaaaaaaaaaaaaa#Bagasataaaaaaaaaaaaaaaaa