________________
કેટલાક ભદ્રક ભાવે વિશેષ પાત્ર ગુણને નહિ જાણતાં દાન, પૂજા વિ. કરનારા, મિથ્યાત્વના અનુરાગ વડે કરીને ઉદુમ્બરાદિની જેમ કંઈક રાજ્ય, નર ભોગ્ય સામગ્રી, આદિ અસાર શુભ ફલને જ પામે છે. પરોપકાર માટે દાનને આપનારા સુંદરવણિક આદિની જેમ. હવે સુંદર વણિકની કથાનો સંબંધ આ પ્રમાણે છે.
સુંદર વણિકની કથા
ઉજ્જયનીનગરીમાં શ્રી વિક્રમ નામનો રાજા હતો ત્યાં ધનવાન પણ મિથ્યાદ્દષ્ટિ સુંદર નામનો શ્રેષ્ઠિ હતો. તેને યશોમતિ નામની સ્ત્રી હતી. અને પ્રિયવર્ધન નામે પુત્ર હતો. હવે એક વખત દૈવયોગે દરિદ્ર અવસ્થા આવી ગઈ. તેથી ખીન્ન (દુઃખી) થયેલો એવો તે સ્વજનમાં પરાભવ થશે એમ માનતો કુટુંબ સાથે ૫૨દેશ તરફ ચાલવા લાગ્યો. રસ્તામાં તેને અલ્પ સંખ્યાવાળા માણસોનો સાર્થ મલ્યો. એક વખત કોઈક સરોવરના તીર (કાંઠા) પાસે તે સાર્થની સાથે ભોજન કરતાં કોઈકે કહ્યું રે ! રે ! કોઈક આત્માનો પુણ્યોદય દેખાય છે. કારણ કે કોઈક સાધુ આવે છે.
મુનિ આવતાં સાર્થમાં રહેલા લોકો ધન્યતા અનુભવે છે. ઉઠો-ઉઠો આ મુનિને નમસ્કાર કરીને સ્વેચ્છા પૂર્વક ભીક્ષાને આપો ત્યારે તે સુંદર વણિકે પણ મિથ્યાધ્રુષ્ટિ હોવાં છતાં પણ તેઓના કહેવાથી ભાવ વિના પણ (શરમથી) તપસ્વિ (મુનિ) ને કંઈક ભીક્ષા આપી સાધુ ચાલ્યા જતાં તે સર્વે જમી જમીને પોત પોતાના સ્થાને ગયા અને સુંદર પોતાના કુટુંબ સાથે નગરમાં આવ્યો.
હવે નગરમાં આવેલા તેને લોકો અપરિચિત હતા છતાં ભાઈની જેવો સંબંધ લોકો સાથે થઈ ગયો. દાનના પ્રભાવથી શું નથી બનતું ? તેણે બીજા વેપારીઓની દુકાનો વચ્ચે દુકાન માંડતાં. વેપારીઓ ચંદ્રનો ઉદય થતાં કમળની જેમ સંકોચાવા લાગ્યા.
એક વખત દુકાનેથી ઘેર આવેલા એવા સુંદરને ઠંડીથી વેલડીની જેમ તેજ હીન થયેલી યશોમતિ આ પ્રમાણે કહેવા લાગી હે શ્રેષ્ઠિ ! જે ચાલીને
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (250 અંશ-૩, તરંગ-૨