________________
1 અંશ-૨ (તરંગ-૧૪) J
વળી પણ બીજા દષ્ટાંતો વડે યોગ્યયોગ્યપણું કહે છે. -
(૧) ફલ (૨) જલ (૩) છાયાથી યુક્ત એક બે ત્રણ ભાંગાવાળા ૮ જાતના વન હોય છે. તેવી રીતે ચારિત્ર, જ્ઞાન અને ઉપદેશ વડે કરીને આઠ પ્રકારના ગુરુઓ હોય છે.
વ્યાખ્યા :- ફલ, જલ અને છાયા વડે કરીને જેવી રીતે વનો એક, બે અને ત્રણના યોગ વડે કરીને યુક્ત અને ત્રણેનો અભાવ એમ થઈ આઠ પ્રકારના ભાંગા થાય છે. કારણ કે ત્રણ પદોનો એક એક યોગ (ભાગો) કરીને ત્રણ, બે યોગ વડે કરીને ત્રણ અને ત્રણેનો યોગ મળીને એક અને ત્રણનો અભાવ થઈ એક એમ આઠ ભાંગા થાય છે.
તેવી રીતે ચારિત્ર, જ્ઞાન અને ઉપદેશ વડે કરીને એક, બે ત્રણ અને ત્રણેનો અભાવ મળીને એક એમ આઠ પ્રકારના ગુરૂઓ હોય છે. આ પ્રમાણે તેનો સાર છે.
- તેની વિચારણા આ પ્રમાણે છે :- (૧) જેવી રીતે કેટલાક વનો માત્ર ફલવાળા હોય છે. પરંતુ છાયા અને જલથી રહિત હોય છે. જેવી રીતે (દા.ત.) કોળા – કાકડી વિગેરેના વેલા વાળા જલ અને છાયા રહિત વનો હોય છે. તેવી રીતે કેટલાક ગુરુઓ કેવલ ચારિત્ર ગુણ વાળા હોય છે. પરંતુ, જ્ઞાન અને ઉપદેશ રહિત હોય છે. માસતુષ મુનિ, યુવરાજર્ષિ આદિની જેમ પ્રાયઃ કરીને તેઓ પોતાના આત્માનેજ તારનારા હોય છે. (૨) જેવી રીતે કેટલાક વનો માત્ર જલથી યુક્ત હોય છે. પરંતુ ફલ અને છાયાથી રહિત હોય છે. સરોવરાદિ જલમાં થયેલા શાલ્મલિ (એક ફળ, છાયા વગરનું ઘાસ) વિ. યુક્ત વનની જેમ અને મૈયડાદિ ઔષધિવાળા વનની જેમ મૈયડાની છાયા કલહ (દુઃખ) ઉત્પાદક હોવાથી સેવવા યોગ્ય ન હોવાથી તેમાં છાયાપણું નથી એમ સમજવું. તેવી રીતે કેટલાક ગુરુઓ માત્ર સમ્યક્ આગમના જ્ઞાન વાળા હોય છે. પરંતુ પ્રમાદથી ગ્રસ્તપણાદિના કારણે ક્રિયા અને ઉપદેશ
SSSRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRSSSS
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 220 અંશ-ર, તરંગ-૧૪]