________________
(૧૪) કેટલાક પર્વતો જેવી રીતે જલ - છાયા અને તીર્થવાળા હોય છે તેવી રીતે કેટલાક ગુરુઓ જ્ઞાન-ઉપદેશ અને અતિશય વાળા હોય છે. પરંતુ ચારિત્રથી યુક્ત હોતા નથી. (૧૪)
(૧૫) વલી બીજા કેટલાક પર્વતો ફલ-છાયા અને તીર્થથી શોભે છે.તેવી રીતે કેટલાક ગુરુઓ ચારિત્ર-ઉપદેશ અને અતિશયથી શોભે છે. પરંતુ જ્ઞાનથી શોભતા નથી. દૃષ્ટાંતો સ્વયં વિચારી લેવા (૧૫)
(૧૬) વળી કેટલાક પર્વતો જેવી રીતે જલ - છાયા ફલ અને મહિમા (પ્રભાવ) યુક્ત તીર્થ વડે શોભે છે. જેમ વિસ્તરિત કીર્તિવાળા શ્રી રૈવતાચલ (ગિરનાર) આબુ વિ. શોભે છે. તેવી રીતે કેટલાક ગુરૂઓ જ્ઞાન-ચારિત્ર, ઉપદેશ અને અતિશયો વડેશોભે છે અને તેઓ જિન શાસનના પ્રભાવક થાય છે. પાદલિપ્તસૂરિ, યશોભદ્રસૂરિ વિ. ની જેમ (૧૬)
આ સોલ ભાંગાને વિષે બારમો અને સોલમો ભાંગો શુધ્ધ છે અને બીજા પણ કેટલાક અપવાદ પદે આચરવા—આશ્રય અથવા સેવવા યોગ્ય છે. પરંતુ અબહુશ્રુત અશુધ્ધ પ્રરૂપકવાળા ભાંગા તજવા યોગ્ય છે. એ પ્રમાણેનું તત્ત્વ જાણવું.
હે બુધ્ધજનો ! પર્વતાદિના દૃષ્ટાંતો વડે ગુરુના વિષયને જાણીને મોહરૂપી શત્રુ પર વિજય રૂપી લક્ષ્મી મેળવવા માટે યથોત્તર ગુણ સૃષ્ટ ગુરુનો સદા આદર કરો - સેવો.
II ઈતિ દ્વીતીય અંશે પંચદશ સ્તરંગઃ II
-
૨ (તરંગ - ૧૬)
અંશ
વળી બીજા ભાંગા વડે ગુરુનું યોગ્ય પણું આદિ કહે છે ઃ
શ્લોકાર્થ ઃ- (૧) કીટ (૨) આગીયા (ખદ્યોત) (૩) ઘડો (૪) ઘર (૫) શિખર (૬) ઘરનો દીપ (૭) ચંદ્ર (૮) સૂર્યપ્રભા.... સ્વપર અલ્પ પ્રકાશક છે. તે રીતે ગુરૂઓ જ્ઞાનાદિ વડે કરીને આઠ પ્રકારના હોય છે.
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) | 232 અંશ-૨, તરંગ-૧૬