________________
(૧) કીટ :- વ્યાખ્યા ઃ- જ્ઞાનાદિ વડે એટલે કે જ્ઞાન, મહિમા, ક્રિયા વિ. ગુણ રૂપી પ્રભા વડે પોતાને અને બીજાને અલ્પ અને ઘણો પ્રકાશ જેના વડે થાય છે. તેઓ સ્વ - પર અલ્પ, બહુ પ્રકાશ કરનારા આ કલિકાલમાં કીડા વિ. સરિખા આઠ પ્રકારના ગુરુઓ હોય છે. એ પ્રમાણે એનો સાર છે. તેમાં સામાન્ય રીતે કીટ કહેવા છતાં પણ શૃંગારિક એ પ્રમાણે પ્રસિધ્ધ અને ચમકતાં શ૨ી૨વાળા (કીડા) લેવા જે રીતે તે કીટપણું વિશેષ ન હોવા છતાં પણ કીટકથી જુદો તે જાતનો ચમકવાળો અધિક છે. પરંતુ અંધારામાં પોતાના દેહને પણ પ્રકાશ કરનાર હોતા નથી તેવી રીતે કેટલાક ગુરુઓ જ્ઞાનાદિ વિશેષ પ્રભાવથી રહિત છતાં પોતાના પરિવારમાં (મંડલમાં) આસન વિ. નો માત્ર બાહ્ય આડંબર હોય છે. પરંતુ પોતાની જાતને પણ તત્ત્વના બોધ રૂપ પ્રકાશને કરતાં નથી (૧)
(૨) જેવી રીતે ખદ્યોતો (આગીયા) પોતાના દેહ માત્રથી પ્રકાશક અને થોડે ઉંચે ગગન તરફ ઉડનારા અંધારામાં જ પ્રકાશે છે. તેવી રીતે કેટલાક ગુરૂઓ અલ્પજ્ઞાન વડે પોતાનાજ મંડલ (૫રિવા૨)માં માત્ર પ્રસિધ્ધિવાળા અને અલ્પ સંયમ ક્રિયાવાળા અજ્ઞાન રૂપી અંધકારને વિષે કંઈક ખુલ્લી દૃષ્ટિવાળા મુગ્ધ જન વિષે દીપે છે. (પ્રકાશે છે) પોતાની જાતને પણ તત્ત્વના બોધ રૂપ પ્રકાશને અલ્પજ કરે છે. પરંતુ બીજાને તત્વ રૂપ બોધનો પ્રકાશ કરવા માટે સમર્થ બનતા નથી. (૨)
(૩) ઘટ પ્રદીપ :- જેવી રીતે ઘડામાં રહેલો પ્રદીપ બહુ નિર્મલ પ્રકાશથી યુક્ત હોવા છતાં ઘરમાં જ પ્રકાશ કરે છે. તેવી રીતે કેટલાક ગુરુઓ નિર્મલ જ્ઞાનાદિ ગુણ રૂપ તેજથી ભરેલા છતાં પણ પોતાને જ પ્રકાશિત કરે છે. (હિતકર બને છે) પરંતુ વ્યાખ્યાનાદિ કરવાની લબ્ધિ (શક્તિ) થી રહિત હોવાથી બીજાને બોધ પમાડી શકતા નથી (૩).
(૪) ઘર :- ઘ૨માં ૨હેલો દીપ વધારે પ્રકાશ કરનારો પોતાના ગૃહમાં રહેલા પદાર્થની રાશિ (વસ્તુઓ)ને બતાવે છે. (પ્રકાશે છે.) અને ત્યાં રહેલા મનુષ્યો (લોકો) પોતાના કાર્યોમાં પ્રવર્તે છે. અથવા કાર્યો કરે છે. પરંતુ બહાર રહેલા લોકો પ્રવર્તના કરતા નથી. તેવી રીતે કેટલાક ગુરુઓ વિશેષ
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (233) અંશ-૨, તરંગ-૧૬