________________
છે. અથવા કુષ્ટાદિ દુષ્ટ વ્યાધિને પામે છે. અને દુઃખી થાય છે.
એ પ્રમાણે શરીર - ધન - મોટાઈ આદિની શક્તિવાલો, કદાગ્રહી મિથ્યાત્વવાળો, કુગુરુએ કહેલો, શ્રી દેવ - ગુરુ - સંઘ, ચૈત્યની સેવામાં વિઘ્ન કરનારો (તેનાથી છોડાવનાર) અશ્વમેધ વિ. યજ્ઞ મહાસ્નાન, હોમ, મિથ્યાદાનાદિ મિથ્યાત્વરૂપ કુકુર્મોને અને વળી સમ્યગ્દષ્ટિ હોવા છતાં પણ પંચેન્દ્રિયની હિંસા, માંસ ભક્ષણ, મહા આરંભ, પરિગ્રહ, મહાસંગ્રામાદિ મહાપાપ રૂપ કર્મો કરીને વિવિધ પ્રકારની દુર્ગતિમાં જાય છે.
-
દત્તપર્વતક, ગોશાલો, કલ્કિ, કુલવાલક, કાલસૌકરિક આદિ મિથ્યાદ્દષ્ટિના અને કોણિક, બ્રહ્મદત્ત, સુભૂમ, વાસુદેવ, પ્રતિવાસુદેવ આદિ સમ્યગ્દૃષ્ટિના દૃષ્ટાંતો જાણવા એ પ્રમાણે અંધ યુવાનની વિચારણા થઈ ઈતિ ત્રીજો પાપ ભેદ થયો.
એ પ્રમાણે કોઈક સારી આંખ વાળાને માતાએ આપેલો શેરડીનો સાંઠો પહેલાની જેમ ચાવીને અને કૂચો કરીને ફેંકી દીધો અને તે પીધેલા રસની પરિણતિથી તેના પિત્તનો ઉપશમ થતાં અને અત્યંત શીતલતા થી ઉત્પન્ન થયેલા ઉલ્લાસથી ૫૨મ સુખને પામે છે. તેવી રીતે કેટલાક સમ્યક્દષ્ટિ જીવો શરીર, ધન, મોટાઈ, પ્રતિષ્ઠા, સત્તા વિ. બલવાળા સદ્ગુરુએ ઉપદેશેલા મહાતીર્થ યાત્રા સાતે ક્ષેત્રોમાં ધનનો વ્યય, જિનમંદિર, દેવ, ગુરુ, સંઘ, જીર્ણોધ્ધાર વિ. દ્રવ્ય પૂજા, મહાતપ, ક્રિયા, અમારી પ્રવર્તન, સામાયિક, પૌષધ આવશ્યક (પ્રતિક્રમણ) આદિ શ્રાવક કર્તવ્ય અથવા સાધુ કર્તવ્ય કરીને ઘણા (બહુશઃ) શુભ કર્મો ઉપાર્જિત ક૨વાથી બારમા દેવલોકે અથવા અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા છે. યાવત્ સંપૂર્ણ કર્મોનો ક્ષય કરી મુક્તિને પામે છે. અને અનંત સુખનો ભોક્તા બને છે. આથી પાપીઓની શક્તિ નીંદનીય છે. અને પુણ્ય શાલીઓની શક્તિ પ્રશંસનીય છે.
કહ્યું છે કે હે ભગવન્ ! શક્તિ શાળી સારો કે દુર્બલ સારો ? પ્રભુ કહે છે ઃ- કેટલાક જીવો દુર્બલ સારા અને કેટલાક જીવો શક્તિશાળી
સારા.
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (243) અંશ-૩, તરંગ-૧