________________
પ્રમાણે દાનમાં પ્રયત્ન કરો અને અજ્ઞાન ઉપર જયરૂપી લક્ષ્મીને પ્રાપ્ત કરો અથવા સમ્યજ્ઞાનને પ્રાપ્ત કરો ॥૧॥
એ પ્રમાણે સદુપદેશ યુક્ત મહા મુનિસુંદરસૂરિની વાણીરૂપી અમૃતને જેઓ પીએ છે. તેઓ ભવના દુઃખથી ઉત્પન્ન થયેલા સંતાપને દૂર કરીને નિરંતર - અવિચલ અદ્વીતીય સુખને પામે છે. ||૨||
।। ઈતિ તૃતીય અંશે ॥
એકી સાથે પુણ્ય - પાપ સ્વરૂપ વર્ણન નામનો
(પ્રથમ તરંગ પૂર્ણ થયો)
અંશ
-
૩ (તરંગ-૨)
શ્લોકાર્થ :- હે ભવ્ય લોકો ! જો જય રૂપી લક્ષ્મીની ઈચ્છા હોય તો આલોક અને પરલોકમાં પણ હીતકારી અને અનિષ્ટ ને દૂર કરનાર એવા આ ત્રણવર્ગના સારભૂત શ્રેષ્ઠ ધર્મમાં ઉજમાળ બનો ||૧||
તે વળી લૌકિક, લોકોત્તર વિ. ઘણા પ્રકારના ભેદો વડે કહ્યો છે. તેમાં પણ સર્વોત્તમ ફલ આપનાર જિનધર્મ સારભૂત છે.
જેમકે :- (૧) કંથેરીવન (૨) સમી બબ્બેલવન (૩) ગિરિવન (૪) નૃપવન (૫) સુરવન સમાન (૧) નાસ્તિકોનો (૨) ભીક્ષાચરોનો (૩) તાપસોનો (૪) શ્રાવકોનો અને (૫) યતિઓનો ધર્મ એ પ્રમાણે પાંચ પ્રકારના ધર્મો છે. આ સામાન્યથી અર્થ કહ્યો છે.
વિશેષ પ્રકારે ભાવાર્થ આ પ્રમાણે છે ઃ- (૧) કંથેરીવન જેવી રીતે નિષ્ફલ (ફલવિનાના) હોય છે. અને ચારે બાજુ કાંટાઓથી વ્યાપ્ત હોવાથી લોકોને વાગવા વડે અનર્થકારી બને છે વળી તેમાં પ્રવેશવાનું અને નિકળવાનું દુઃખ કા૨ક છે. એ પ્રમાણે નાસ્તિક ધર્મ બધી જ રીતે અલ્પ પણ શુભ ફલને આપતો નથી અને આલોકને વિષે તિરસ્કાર વિ. પરલોકમાં નરકગતિ વિ.
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (246) અંશ-૩, તરંગ-૨