________________
અને સારી રીતે આગમાર્થને બતાવનારા દુષમકાલ રૂપી રાત્રિને વિષે ધર્મરૂપી ઉદ્યોતને કરનારા ગ્રહસરિખા બીજા સૂરિઓથી અધિકતરે શોભે છે. તેથી કરીને જ બહુ ભવ્યજનને અવસર યોગ્ય ધર્મ ક્રિયાને વિષે પ્રવર્તન કરાવે છે. એ પ્રમાણે બહુતર પ્રકાશ કરનારા કહ્યા છે. Iછી
(૮) સૂર્ય - સૂર્યની જેમ કેટલાક ગુરુઓ અત્યંત નિર્મલ પણે સમસ્ત આગમના અર્થના જ્ઞાનને પ્રકાશનારા, સંપૂર્ણ શંકા રૂપી અંધકારને દૂર કરનારા, મિથ્યાષ્ટિવાળા મહા ઘુવડની આંખોને બંધ કરનારા, શક્તિશાળી વાદિ રૂપી ગ્રહ સમુદાયના ચડતા તેજને સંપૂર્ણ પણે દૂર કરનારા અને સમ્યક્રક્રિયાની પ્રવૃત્તિના કારણે જિન શાસન રૂપી ગગનને પ્રકાશનારા, એ પ્રમાણે સ્વપર અત્યંત પ્રકાશ કરનારા હોય છે. (૮) યથા યોગ્ય સ્થાને અને જેવી રીતે સારું લાગે તે રીતે દૃષ્ટાંત યોજવા અને ઉત્તરોત્તર ગુરૂ ગણની સેવાને માટે પ્રયત્ન કરવો વળી તેમાં સૂર્ય, ચંદ્ર, સરિખા ગુરુઓ એકાંતે યોગ્ય જાણવા.
શ્લોકાર્ધ - હે કલ્યાણના ઈચ્છુક ! એ પ્રમાણે વિશ્વમાં ઉત્તરોત્તર સમસ્ત શ્રેષ્ઠ ગુણવાળા એવા તે સદ્ગના ગુણોને સાંભળીને જાણીને) તેઓની સેવા કરો, જેથી કરીને તમે બાહ્ય અને અત્યંતર શત્રુના સમુહ ઉપર જલ્દી નિર્દોષ એવી જય રૂપી લક્ષ્મીને વરો ||૧||
એ પ્રમાણે તપાગચ્છાધિપતિ શ્રી દેવસુંદરસૂરિ શ્રીજ્ઞાન સાગરસૂરિના શિષ્ય, શ્રી સોમસુંદરસૂરિના પટ્ટાલંકાર શ્રી મુનિસુંદરસૂરિ, રચિત ઉપદેશ રત્નાકર ગ્રંથના પૂર્વ તટના બીજા અંશમાં ગુરુના યોગ્યાયોગ્ય પણાનો વિચાર કરતાં ૧૬ મો તરંગ પૂર્ણ થયો.
દ્વિતીય અંશ સંપૂર્ણ I ! સંપૂર્ણોદચંદ્વિતીયડશઃ |
Instag
inaataaaaaaawaanબ્રુunagadananયાયાધ્યક્ષgamamanamana
fignananohananthapanessageasteuritannontortunnatang
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 235 અંશ-ર, તરંગ-૧૬,
રાક