________________
એક એરંડાનો ટુકડો લાવીને તેને આપ્યો અને તેણે તે ટુકડાને કંઈક ચાવીને (ચૂસીને) બીજું ખાવાનું મલવાથી ચંચલપણાના કારણે તે સાંઠો ફેંકી દીધો તેને ચાવવાથી આવેલો તાપ (પિત્તનો ઉછાળો) તે અલ્પ પ્રમાણમાં થાય છે. અને તે જાતે અથવા સ્વલ્પ ઉપચારાદિથી શાન્ત થઈ જાય છે. એ પ્રમાણે કોઈક ભદ્ર પરિણામિ જીવ કુલ પરંપરાથી આવેલા કદાગ્રહ વિનાનો મિથ્યાત્વી સભ્યજિન પૂજાદિમાં તત્પર શ્રાવકોને જોઈને ધર્મની શ્રધ્ધાવાળો બનેલો કુલ પરંપરાથી આવતા ગુરુને સદ્ગુરુની બુધ્ધિથી ધર્મને પૂછે છે તે પણ લોભ, મોહ વિ. ના કા૨ણે શિવાદિની પૂજા, ગાયનું દાન સ્નાન વિ. ક૨વાનો તેને ઉપદેશ આપે છે. અને તે કદાગ્રહ વિના બાલકની જેમ આદર વિના ક્યારેક કરે છે. અને ક્યારેક ક૨તો નથી અને ક્યારેક દ્વેષ વગર સમ્યધર્મને પણ સામગ્રીનો યોગ પ્રાપ્ત થયે છતે કરે છે. (આચરે છે.) તેવી રીતે કોઈ ભદ્ર પરિણામી અથવા સમ્યષ્ટિ અપર માતા જેવા કુટુમ્બે કહેલા (ઉપદેશેલા) એરંડાના ટુકડાની સમાન આરંભાદિ પાપ ને નહિ આચરતા લોભાદિથી રહિત આંતરે આંતરે ધર્મ ને કરતાં અને યથાશક્તિ ઉપકારાદિ કરતાં પાઠાતરમાં કહેલા આરંભાદિ પાપભાવના અને વિરતિગુણની ભાવના પણ સર્વ દ્રષ્ટાંતમાં જાણવી.
વળી એ પ્રમાણે તેને મિથ્યાત્વાદિથી ઉત્પન્ન થયેલ સુખ પૂર્વક દૂર કરી શકાય તેવો અલ્પ કર્મ બંધ થાય છે. અને તેથી હીન મનુષ્યપણું પ્રાયઃ કરીને અલ્પ ઉત્તમ એવી તીર્થંચાદિ ગતિ અને પ્રાયઃ સુલભ બોધિ થાય છે. એ પ્રમાણે પહેલો મિથ્યાત્વ પાપ ભેદ થયો ॥૧॥
હવે અહીંયા મિથ્યાત્વને આશ્રયીને જંગલી ગેંડો થયેલો વિષ્ણુદત્ત શ્રેષ્ઠિ વિ. ના દૃષ્ટાંતો જાણવા.
વળી આરંભાદિ પાપને આશ્રયીને વૈતરણિ વૈદ્યનું દૃષ્ટાંત આ પ્રમાણે છે.
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 237 અંશ-૩, તરંગ-૧
88888888