________________
અિંશ - ૩ (તરંગ - ૧) યોગ પાસ કહ્યો એ પ્રમાણે ફરીથી તે યોગના ત્રીજા દ્વારનું વિવરણ કરવાની ઈચ્છાવાળો હું કહું છું.
જય રૂપી લક્ષ્મી અને સુખની ઈચ્છાવાળા ! અનિષ્ટ હરણ કરનાર અને ત્રિવર્ગમાં સારભૂત, આ લોકને પરલોકમાં હીતકારક સમ્યકધર્મમાં તમે ઉદ્યમવાળા બનો ||૧/l.
તે વળી ભાવ પ્રમાણે ઈષ્ટ ફલને કરનારા, અનિષ્ટ ફલરૂપ પાપને દૂર કરનારા એ બાલાદિના ચાર પ્રકારના દૃષ્ટાંતથી જાણવું રાજ
તે આ પ્રમાણે એક દેખતો બાલક અને એક અંધ બાલક એક દેખતો વૃધ્ધ અને એક અંધ વૃધ્ધ, એક દેખતો યુવાન અને એક અંધ યુવાન.
તેઓએ એરંડાનો સાંઠો અને શેરડીનો સાંઠો અને તેનો રસ પીધો તે ક્રમથી (૧) અલ્પ (૨) બહુ (૩) બહુતર અને (૪) બહુતમ ફલ આપનાર બને છે. તેમાં એક પિત્તનો અતિરેક અને એક પિત્તનો ઉપશમ કરનાર થાય છે. તેમ મિથ્યાત્વ અને સમ્યકત્વાદિ રૂપ જિનધર્મ પાઠાંતરથી આરંભાદિ પાપ અને વિરતિનો ગુણ પ્રત્યેક ભાવાદિના વિશેષપણાથી ચાર પ્રકારના શુભ – અશુભ ફલને આપનાર થાય છે.
તેની ભાવના (વિચારણા) આ પ્રમાણે છે :- જેમ કોઈ બાલકે બીજા કોઈક બાલકને શેરડીનો સાંઠો ખાતો (ચૂસતો) જોઈને “બાલક તે જોઈને શ્રધ્ધાળુ બને છે” એ ન્યાયે કરીને શેરડી ખાવાની ઈચ્છાથી માતા પ્રેમવાળી હોય છે. એવી બુધ્ધિથી અપરમાતાની પાસેથી શેરડીના સાંઠાની માંગણી કરી. માતાએ નિષેધ કરવા છતાં શાન્ત થતો નથી ત્યારે તેના કદાગ્રહથી ઉદ્વેગ પામેલી એવી તેણે શેરડી નો સાંઠો નહિ હોવાથી અને તે બાલક ઉપર વિશેષ પ્રકારનો સ્નેહ ન હોવાથી વિશેષ પ્રકારનો વિચાર કર્યા વિના તેને ઠગવાને માટે ઘરના પાછળના ભાગમાં (વાડામાં) રહેલા એરંડાના ઝાડમાંથી
httBahteasermរាងងរាណមានរាង
ជាងអាណណណណរាណ
%aa%aaaaa6aaa8888888888888888a%a8
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
REE BHEHTAgEAntHTEPH BHIDHHHHHHEET