________________
પોતાને સ્થાને ગયે છતે ભરુચમાં રહેલા આમ્રભટ્ટમંત્રીને કોઈ વિષયમાં દેવીનો કોપ ઉત્પન્ન થયો તેનો સેવક લોકોએ જલ્દી હેમચંદ્ર ગુરુને તે સ્વરૂપને બતાવતો લેખ મોકલ્યો તેથી તેના સ્વરૂપને જાણીને શ્રી ગુરુયશચંદ્ર મુનિની સાથે સંધ્યા સમયે આકાશ ગામિનીની વિદ્યા વડે ગગન માર્ગે ભરૂચ નગરે આવ્યા. પ્રતિષ્ઠાના સમયે ભોગ, બલિ વિ. નું દાન નહિ દેવાના કારણે ૨ષ્ટ (ક્રોધિત) થયેલી સૈન્ધવાદિ દેવીને બોલાવવા (વશકરવા) માટે કાયોત્સર્ગ શરૂ કર્યો. ત્યારે તે દેવીને ગુરુની અવગણના કરતી જોઈને યશચંદ્ર ગણિવરે ખાંડણીયામાં ડાંગરવાળા ચોખાને નાંખીને મુશળ (સાંબેલા) ના પ્રહાર કર્યા.
તે વખતે પ્રથમ પ્રહારે દેવીનો મહેલ ધ્રુજવા લાગ્યો. બીજા પ્રહારે દેવીની મૂર્તિજ પોતાના સ્થાનથી ઉડીને ઈન્દ્રના વજાના પ્રહારથી મારું રક્ષણ કરો રક્ષણ કરો ! એ પ્રમાણે બોલતી ગુરુના ચરણોમાં આવીને પડી એ પ્રમાણે યશચંદ્રગણિએ મિથ્યાષ્ટિ વ્યંતરોનો દોષ દૂર કર્યો છતે શ્રી આમ્ર ભટ્ટ મંત્રી નિરોગી થયા અને લાંબા કાળ સુધી વિવિધ ધર્મ કાર્યો વડે જિન શાસનની ઉન્નતિ કરી અર્થાત્ જિન શાસનને પ્રકાશિત કર્યું આ તે યશચંદ્રગણિ (સાધુ) બહુ શ્રત પણાથી અને ઉપદેશથી રહિત અને ચારિત્ર અને અતિશયથી સહિત હતા (૧૦)
(૧૧) બીજા પણ કેટલાક ગુરુઓ છાયા વૃક્ષ અને તીર્થથી યુક્ત હોય છે. પરંતુ જલ અને ફળ વિનાના હોય છે. તેવી રીતે કેટલાક ગુરુઓ સદુપદેશ અને અતિશય વડે શોભે છે. પરંતુ જ્ઞાન અને ચારિત્રથી શોભતા નથી આ પ્રમાણે બે યોગના ભાંગા પૂર્ણ થયા.
(૧૨) હવે ત્રણના યોગથી ચાર ભાંગા થાય છે. તેમાં કેટલાક પર્વતો જલ - ફલ અને છાયાથી યુક્ત હોય છે. તેવી રીતે કેટલાક ગુરુઓ જ્ઞાનચારિત્ર અને ઉપદેશવાળા હોય છે. (૧૨)
(૧૩) કેટલાક પર્વતો જલ-ફળ અને તીર્થવાળા હોય છે. તેવી રીતે કેટલાક ગુરુઓ જ્ઞાન-ચારિત્ર અને અતિશય વાળા હોય છે. પરંતુ ઉપદેશથી રહિત હોય છે. (૧૩)
MARBRERA ARRASBAREBARSABARBRARERARRARARAAARBAARBRSSBBSBRGRABARBARABARABARBRAGSBRO8BBB ABBAT
Epaa%a8a833939932aa3293299%E0aa%aaaaa
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
અંશ-૨, તરંગ-૧૫
HEIBERS SHEHERE