________________
શ્રતાદિને જલાદિની ઉપમા આપી છે તેના કારણની પૂર્વની ગાથામાં વ્યાખ્યા કરેલી છે. (વિચારેલ છે)
(૬) જલ, ફળ, પર્વતની જેમ કેટલાક ગુરૂઓ સમ્યગુજ્ઞાન અને ચારિત્ર વડે સહિત હોય છે. ઉપદેશ અને અતિશયો વડે કરીને હોતા નથી. અશુધ્ધ પ્રરૂપણામાં રહેલા સાવદ્યાચાર્યની જેમ (૬)
(૭) અને જળ છાયા યુક્ત પ્રર્વતની જેમ કેટલાક ગુરૂઓ શ્રત (જ્ઞાન) અને ઉપદેશને ધરનારા હોય છે. એક શ્લોકના સો અર્થ કરવાવાળા શ્રી સોમપ્રભાચાર્યની જેમ (૭)
(૮) વળી બીજા જલ અને તીર્થથી શોભતા પર્વતની જેમ કેટલાક ગુરૂઓ શ્રુત અને અતિશયને ધરનારા હોય છે. તેના વડે શોભતા હોય છે. પરંતુ ચારિત્ર અને ઉપદેશ વડે નહિ દૃષ્ટાંત યથા યોગ્ય જાતેજ વિચારી લેવા.... (2)
(૯) કેટલાંક પર્વતો જેવી રીતે ફલ, છાયા વડે શોભે છે પરંતુ જલ અને તીર્થ (અતિશય) વડે શોભતા નથી તેવી રીતે કેટલાક ગુરૂઓ ચારિત્ર અને ઉપદેશ વડે શોભે છે. પરંતું જ્ઞાન અને અતિશય વડે શોભતા નથી. પહેલાં કહેલા ઉત્સાર કલ્પિકાચાર્યની જેમ (૯)
(૧૦) વળી કેટલાક પર્વતો ફલ અને તીર્થ વડે શોભે છે. પરંતુ જલ અને છાયા વડે શોભતા નથી, તેવી રીતે કેટલાક ગુરુઓ ચારિત્ર અને અતિશય વડે શોભે છે. પરંતુ શ્રત (જ્ઞાન) અને ઉપદેશ વડે શોભતા નથી. મોટી ઉંમરે પ્રવર્જિત થયેલા વિવિધ અભિગ્રહાદિ તપ સેવન કરનારા ચમત્કારીક (શુભ, સુંદર) ગુણોથી આકૃષ્ટ થયેલા દેવોથી સેવાતા યશોભદ્રસૂરિના શિષ્ય ક્ષમાઋષિની જેમ અને હેમચંદ્ર સૂરીશ્વરજી ના શિષ્ય યશચંદ્રગણીની જેમ તેનો સંબંધ આ પ્રમાણે છે. તે કહે છે. શ્રી આદ્મભટ્ટ મંત્રીએ પોતાના પિતા ઉદયનમંત્રીના કલ્યાણને માટે ભરુચ શહેરમાં શ્રી શકુનિકા વિહારનો ઉધ્ધાર કર્યો છતે શ્રી હેમસૂરિની પાસે વિસ્તાર પૂર્વક પ્રતિષ્ઠા મહોત્સવ કરાવ્યું છતે શ્રી કુમારપાલ રાજા, હેમચંદ્રાચાર્ય ગુરુ અને પાટણ વિ. ના સંઘો પોત
સુરષદરાગારદારયાધારયયયaaaaaaaaaaaaaaaanaesassinaeeeeeeeeeeeeeeeeeeeee
89998888888888888888888888888888888888
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (230) અંશ-૨, તરંગ-૧૫ |