________________
પાત્રમાં અંબાને ઉતારી પૂછ્યું તેણીએ કહ્યું બૌધ્ધ વ્યન્તરોએ તીર્થને કજે કર્યું છે તેથી કોઈ સહાય કરનાર વિના મારાથી કાંઈ થશે નહિ જો બલભદ્ર મુનિને લાવો તો તીર્થ પાછું મળશે પછી સંઘપતિઓએ ઊંટવાળાને બોલાવવા માટે તેઓને તે સંદેશો આપ્યો. તે મુનિ આકાશ ગામિની વિદ્યા વડે ગગન માર્ગે ત્યાં આવ્યા અને વિદ્યાનાબલથી સંઘની ફરતો અગ્નિનો કિલ્લો અને તેની ચોમેર જલથી ભરેલી ખાડી બનાવીને રાજ સભામાં જઈને રાજાની પાસે તીર્થના દર્શનની અનુમતી માંગી બૌધ્ધ થઈને તીર્થને વંદન કરો નહિ તો નહિ.
એ પ્રમાણે રાજાના કહે છતે તેના શરીરમાં ચોખા છાંટવા વિ. વડે કરીને વેદનાને ઉભી કરીને સંઘની પાસે ગયા ત્યારે ક્રોધિત થયેલા રાજાએ સેનાપતિને સંઘની સાથે તેને હણવા માટે મોકલ્યો અને તે ત્યાં આવ્યો ત્યારે તેણે અગ્નિનો કિલ્લો જોયો અને ડરી ગયેલ એવા તેણે મુનિની પાસે કૃપામાંગી અને કહ્યું કે હે મુનિ ! રાજાના ઉપર ક્રોધ ના કરો ઈત્યાદિ તેથી મુનિએ પોતાનો અતિશય (ચમત્કાર) બતાવવા માટે મંત્રીને કહ્યું. મારું બલજો એમ કહીને લાલ કરેણની સોટીને ભમાવી વૃક્ષની બધીજ શાખાને ભૂમિ પર પાડી ત્યારે મંત્રીએ કહ્યું ઉદર પણ ઢાંકણું પાડવા શક્તિવાન છે. પરંતુ તેને ઉપાડવા કે ઢાંકવા સમર્થ નથી. આ સાંભળીને શ્વેત કણવીર (સફેદ કરણની સોટી) વડે ભમાવીને તે બધી શાખા (ડાળીઓ) ને ઝાડ પર પોતપોતાના સ્થાન પર ગોઠવી દીધી.
આ જોઈને ચમત્કત (આશ્ચર્ય) પામેલા મંત્રિએ રાજાને તેની શક્તિની જાણ કરી પછી ડરી ગયેલા તે રાજાએ મુનિના વચનથી જૈન ધર્મને અંગિકાર કર્યો આ પ્રમાણે તીર્થ પાછું મેળવ્યું અને શાસનની પ્રભાવના થઈ અને તેનાથી શત્રુનો નાશ થયો. આ પ્રમાણે બલભદ્રમુનિની કથા પૂર્ણ થઈ II
જેવી રીતે આ બલભદ્ર મુનિ અબહુશ્રુત હોવા છતાં પણ ચારિત્ર અને ઉપદેશ થી રહિત હોવા છતાં પણ અતિશયવાળા થયા. તેવી રીતે બીજા પણ કેટલાક અતિશયવાળા શાસનની પ્રભાવના વડે કરીને ચારિત્રાદિથી રહિત હોવા છતાં પણ પોતાને અને બીજાને તારનારા થાય છે. એ પ્રમાણે અતિશયને તીર્થની ઉપમા આપી છે. | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)1229) અંશ-ર, તરંગ-૧૫
•
૧
.
કa
aaaaaaaaaaaaaaahisaHuષાdhunilasaavnaranasmaannaahannamaananડાકલારnasan
તા.tamaaaaaaaaaaaaaaaeleaseesaaeeeeeeesegetagereat
BHENIBEHPHHEELEBR/fittltitlllllllyWit/IPIELHIHELPHI[YHHHHHHILLImultLUTILITIHIRIBSHHHHHHHHHEALTH
BBaualBunditilingupunagABIBBABBapuaaaambuatemagi