________________
છોડી દીધેલ હોય છે. મથુરાવાળા મંગુ આચાર્યની જેમ અને રસાદિ ગારવામાં અને નિદ્રાદિ પ્રમાદમાં પડેલી અવસ્થાવાળા શ્રી શૈલકાચાર્યની જેમ અને તેઓ પોતાને કે બીજાને તારવા માટે સમર્થ બનતા નથી. તેથી કહ્યું છે કે જેવી રીતે ચંદનને વહન કરનારો ગદર્ભ ભારનો ભાગી બને છે. પરંતુ ચંદનનો ભાગી બનતો નથી એ પ્રમાણે ચારિત્રથી હીણ જ્ઞાની જ્ઞાનના ભાગી બને છે પરંતુ સદ્ગતિના ભાગી બનતા નથી. / ઈતિ . (૨)
(૩) વળી કેટલાક વનો જેવી રીતે છાયા વાળા હોય છે. પરંતુ જલ અને ફલથી રહિત હોય છે. સર્વથા જ્ઞાનથી રહિત વાળાને ઉપદેશ પણાનો યોગ હોતો નથી પરંતુ અહીંયા જ્ઞાન હોવે છતે સ્વલ્પ જ્ઞાનની વિવક્ષા કરી નથી (અલ્પ જ્ઞાની ઉપદેશ આપે પરંતુ જ્ઞાની કહેવાય નહિ)
દૃષ્ટાંત આપતાં કહે છે કે - સંપ્રતિ મહારાજાએ અનાર્ય દેશમાં પ્રતિ બોધ કરવાને માટે પહેલાં મોકલાવેલ ભાંડ (નાટકીયા – તરગાળા) વિ. ઉદયન મંત્રીનો નિર્ધામક ભાંડ અને તેવા પ્રકારના પાર્થસ્થાદિ જાણવા અને તેઓ શુધ્ધ પ્રરુપક અને પરને તારનારા બને છે. પરંતુ તેવા પ્રકારના સદ્ગુરુના અભાવમાં સ્વધર્મની રક્ષાને માટે તેનો આશ્રય કરવો (તેને સેવવા) પરંતુ અગીતાર્થનું શુધ્ધ પ્રરૂપકપણું દુઃસંભવ છે. શુધ્ધ પ્રરૂપકપણું ગુરુ પારતંત્રતામાં (ગુરુની નિશ્રામાં રહેલા) સંભવે છે. (૩)
(૪) કેટલાક વનો જેવી રીતે જલ અને ફળથી શોભે છે. પરંતુ છાયા વડે શોભતા નથી. અર્થાત્ છાયા વિનાના હોય છે. જેવી રીતે સરોવરને આશ્રયીને રહેલા કાકડી વિ. ની વેલડીવાળા અને બેયડાવૃક્ષાદિના વન, તેવી રીતે કેટલાક ગુરુઓ ચારિત્ર અને જ્ઞાનથી શોભતા હોય છે. પરંતુ ઉપદેશ આપનારા હોતા નથી પ્રત્યેક બુધ્ધાદિની જેમ અને જિનકલ્પીની આચારણા કરવામાં તત્પર આર્યમહાગિરિસૂરિની જેમ અથવા શુધ્ધ ઉપદેશ નહિ આપનારા સાવઘાચાર્યની જેમ તેથી તેઓ બિભતક (બયડા) ના વૃક્ષના વનની જેવા છે. (૪)
(૫) વળી બીજા વનો જલ અને છાયાથી યુક્ત હોય છે. પરંતુ ફલ આપનારા હોતા નથી જલારાયવાળા અશોક વૃક્ષ વિ. ની જેમ. તેવી રીતે || ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 221) અંશ-ર, તરંગ-૧૪||
HaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaBaataaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa
taaaaaaaaaaaaaaaaaaaaaaaa
gagat