________________
કેટલાક ગુરુઓ ચારિત્ર, જ્ઞાન અને ઉપદેશથી યુક્ત નિર્મલ સૌભાગ્યને પામે છે. શ્રી વજાસ્વામિ આદિની જેમ (૭)
(૮) અહીંયા તરુઓની સાર્થકતા (સારતા) ફલથી છે. તેમ ગુરુની સારતા ચારિત્ર રૂપ ફલ થી છે. એટલે ચારિત્રને ફલની ઉપમા આપી છે. અને જેવી રીતે ફલનું પણ ઉત્પન્ન થવું તેમાં વૃક્ષને વિષે જલનો પ્રભાવ છે. તેવી રીતે જીવોને વિષે ચારિત્ર રૂપી ફલનો લાભ પણ જ્ઞાન પૂર્વકનોજ હોય જ્ઞાન વિનાનું ચારિત્રરૂપ ફલ પણ લાભદાયી બનતું નથી.
આગમમાં પણ કહ્યું છે કે ઃ- “પઢમં નાણું તઓદયા” ઈત્યાદિ અથવા ફલનો લાભ પામવા છતાં જીવો જલવિના દુઃખી થાય છે. તેવી રીતે ચારિત્રનો લાભ થવા છતાં જીવો સમ્યજ્ઞાન વિના ચારિત્રને સ્થાને સ્થાને કલુષિત ક૨વાથી દુઃખી થાય છે. એથી સભ્યજ્ઞાનને જલની ઉપમા આપી છે. તે અહીંયા અવસર હોવાથી બહુશ્રુતમાં મગ્નતા રુપ (જ્ઞાન) ગ્રહણ કરવું.
અબહુ શ્રુતને ઉત્સર્ગ અપવાદ નહિ જાણવાના કારણે પદે પદે સ્ખલનાની સંભાવના હોવાથી અગ્રાહ્ય છે.
કહ્યું છે કે ઃ- અલ્પ જ્ઞાનવાળો યતિ અતિ દુષ્કર તપ કરે તો પણ તે કષ્ટકર થાય છે. સુંદ૨ (સારી) બુધ્ધિથી ઘણો કરેલો તેવો તપ પણ સુંદર બનતો નથી ॥૧॥
વળી પણ કહે છે કે ઃ- અબહુશ્રુત (અલ્પજ્ઞાની) એવો તપસી નહિ જાણતો એવા પથ પર વિહ૨વાની ઈચ્છાવાળો સેંકડો દોષને સેવવા છતાં પણ માર્ગને જાણી શકતો નથી ।।૨।। ઈતિ.
જેમ તરુની છાયા ઘણા ભ્રમણથી થાકી ગયેલા અને વિશ્રામને માટે આવેલા મુસાફરોને તાપ વિ. થી શાન્તિ, શીતલતા, સુખ અને આનંદના કારણ રૂપ બને છે. તેમ દુઃખે કરીને જેનો અન્ત આવે છે તેવી ભવઅટવીમાં ભમતાં ખીન્ન (કંટાળી-દુઃખી) થયેલા, કષાયરૂપી દાવાનલની અગ્નિથી વ્યથિત થયેલા, મનની વિશ્રાંતિને માટે આવેલા ભવ્ય જનોને સદ્ગુરુ એ કહેલી સમ્યગ્ ધર્મ દેશના, ભવમાં ભ્રમણથી ઉત્પન્ન થયેલા શ્રમ અને
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 224 અંશ-૨, તરંગ-૧૪
:::