________________
કેટલાક ગુરુઓ સમ્યગમમાં ડૂબેલા હોવાથી જ્ઞાન અને ઉપદેશ આપવા વડે યુક્ત હોય છે. પરંતુ ચારિત્રથી રહિત હોય છે. અભ્યાસી એવા શ્રાવકે પ્રશ્ન કર્યો કે સેંકડો દોષના મૂલવાળા ધન પૂર્વ ઋષિ એ છોડી દીધા છે. યતિઓએ વમી નાંખેલ છે. એવા અનર્થકારી અર્થને તમે શા માટે વહન કરો છો ? એ પ્રમાણે સેંકડો ગાથાની વ્યાખ્યાના અવસરે પ્રતિ બુધ્ધ થયેલા એવા જેણે વિંટી વિ. નો ત્યાગ કર્યો છે. એ પ્રમાણે સેંકડો જનોમાં ખ્યાતિને વર્યા છે તેવા પ્રમાદ અવસ્થામાં રહેલા સોમપ્રભસૂરિ (જ્ઞાન અને ઉપદેશથી યુક્ત અને ચારિત્રથી રહિત છે.) આ ભાંગાવાળા ગુરુઓ શુધ્ધ પ્રરુપક પણામાં રહેલા હોવાથી પૂર્વ રીતે અપવાદ માર્ગે આશ્રય કરવા યોગ્ય છે. ઈતિ (૫)
(૬) વળી બીજા વનો જેવી રીતે ફલ અને છાયાથી યુક્ત હોય છે. પરંતુ જલ યુક્ત હોતા નથી. અર્થાત્ જલ રહિત હોય છે. જલના આશ્રય વિનાના સદા ફલાદિ વાળા સહકાર વનની જેમ. તેવી રીતે કેટલાક ગુરુઓ ચારિત્ર અને ઉપદેશવાળા હોય છે. પરંતુ જ્ઞાન વાળા હોતા નથી ઉત્સાર કલ્પીકાચાર્યની જેમ. તેવી રીતે કોઈ એક ગચ્છમાં ગુરુએ પોતાના આયુષ્યનું પૂર્ણપણું નજીકમાં જાણીને કોઈક શિષ્યને આગમ અભ્યાસ ન કર્યો હોવા છતાં ઉત્સા૨કલ્પને કરીને આચાર્ય પદે સ્થાપન કર્યો તેથી પ્રતિષ્ઠા (પ્રસિધ્ધિ) પ્રાપ્ત થવાના કારણે તે પ્રમાદિ બન્યો તેથી શ્રુતાદિ ન ભણવા છતાં ગુરુના મહિમાથી બધે ખ્યાતિ ને પામ્યો. એક વખત વિહાર કરતાં પૃથ્વીતિલકપુરે આવ્યો પ્રૌઢ શ્રાવકોએ પ્રવેશ મહોત્સવ કર્યો એવી રીતે કર્યો કે જેથી કરીને અત્યંત પ્રસિધ્ધિ અને શાસન પ્રભાવના થાય.
તે નગરમાં પહેલાં જૈનાચાર્યો વડે પરવાદિઓ (પરતીર્થીઓ) રાજ સભામાં અનેક વખત પરાજીત થયા હતા. વળી તે આચાર્યની તેવા પ્રકારની ઉન્નતિ જોઈને પૂર્વે પરાજીત થવાના કારણે અત્યંત ઈર્ષા ભાવવાળા પોતાની ક્ષતિની બીકથી તેના શાસનના જ્ઞાનની પરીક્ષાની ઈચ્છાવાળા એવા તેઓએ શ્રાધ્ધવિધિના અભ્યાસી એવા પોતાના વર્ગના એક જ માણસને તેની પાસે મોકલ્યો અને તેણે ત્યાં જઈને વિધિ પૂર્વક ગુરુની સેવા કરતાં એક વખત પ્રશ્ન પૂછ્યો હે ભગવન્ ! પુદ્ગલને કેટલી ઈન્દ્રિય હોય છે. પછી સૂરિએ પ્રાપ્ત
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (222) અંશ-૨, તરંગ-૧૪