________________
સંતાપાદિની શાન્તિને સમ્યકત્વાદિના પરિણામને, અત્યંત શીતલતાને, વિષય તૃષ્ણાદિના ઉપશમનને અને પરમાનંદ એવા સુખને પોષે છે. (વધારે છે.) તેથી ધર્મ દેશનાને છાયાની ઉપમા આપી છે વળી કેટલાક વનો જેવી રીતે ફલ અને છાયાથી રહિત હોય છે. જલના આશ્રયથી રહિત કેરડાના વનની જેમ તેવી રીતે ધતુરો અથવા આકડાના વનની જેમ, કેરડાના વનને વિષે કેટલાકને ફળો આવે છે પરંતુ તે ખાવા માટે યોગ્ય ન હોવાથી અથવા તેનો કોઈ ઉપયોગ ન હોવાથી તેની વિવફા (ગણના) કરી નથી. તેવી રીતે કેટલાક ગુરુઓ ચારિત્ર, જ્ઞાન અને ઉપદેશ એ ત્રણેથી રહિત હોય છે. પરતીર્થિકોની જેમ મિથ્યાત્વમાં મુંઝાયેલા (ઘેરાયેલા) હોવાથી તેઓના તપને, તેઓના વેદાદિશાસ્ત્રોનો અને તેઓના ધર્મોપદેશનો, ચારિત્ર – જ્ઞાન અને ઉપદેશપણાને યોગ્ય ન હોવાથી જલે - ફલ અને છાયા રહિત વનના જેવા હોય છે. દા.
આ આઠ ભેદમાં સાતમો ભંગ શુધ્ધ છે. બીજા અશુધ્ધ છે. તેમાં પણ સમ્યગુજ્ઞાન અને શુધ્ધ ઉપદેશ વાળા ભેદો કારણ વિશેષ કરીને અપવાદથી આચારવા યોગ્ય છે. પરંતુ પ્રધાન પણે નહિ.
કહ્યું છે કે - ચારિત્રથી હીન કૃતવાન (જ્ઞાની) હોવા છતાં પણ સજ્જનો વડે કરીને સેવવા યોગ્ય નથી નિર્મલ જલથી ભરેલા (પરિપૂર્ણ) કુલવાનો વડે ચાંડાલનો કૂવો સેવાતો નથી (ઉપયોગમાં આવતો નથી). એ પ્રમાણે પ્રગટ રીતે ગુરૂના વિષયના વિચારને વિવિધ પ્રકારના દૃષ્ટાંતો વડે જાણીને, શ્રેષ્ઠ ગુરુના યોગને પ્રાપ્ત કરીને સારા વિવેકવાળા હે બુધ્ધ જનો ! ભવરૂપી શત્રુપર વિજય લક્ષ્મી માટે પ્રયત્ન કરો (ઈતિ) |
| દ્વિતીય અંશે - ચતુર્દશ સ્તરંગઃ |
અંશ – ૨ તરંગ - ૧૫
હવે પર્વતના દષ્ટાંત વડે ગુરુનું સ્વરૂપ કહે છે. :- (૧) જલ (૨) ફલ (૩) છાયા અને (૪) તીર્થવાળા પર્વત સોલ પ્રકારે છે. તેવી રીતે ગુરુઓ
ડરાવવયaaaaaaeesasessessesanamannaaaaaaaasessessaagannaaaaaaaaeesesgsssessagtaan
EE88888888888
8888%E8%Baaaaaaaaaaaaaaanક્ષ
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (225
અંશ-૨, તરંગ-૧૨||
State Baaaaaaaaaaaaaaaaaaaaaaa aarBasicianisation
: