________________
ગુરુમાં રહેલા દોષો, આઠ પ્રકારના પ્રમાદ વિ. અને ઉત્સુત્ર પ્રરુપકતા વિ. અને ગુણો એટલે નિર્મળ જલ - પવિત્ર પર્ણ વિ. (આ સરોવરના ગુણ કહ્યા) તે રીતે ગુરુના ગુણો પાંચ પ્રકારના આચારોને સારી રીતે આચરવામાં નિપૂણપણે વિ. અને શુધ્ધ ધર્મનું પ્રરૂપકપણું વિ. જેવી રીતે સમસ્ત નગર લોકની વિષ્ટા વિ. મળ-મૂત્રાદિ અપવિત્ર જલવડે વહેતી નગરની પાળ વર્ષાઋતુમાં પાણીથી ભરાયેલી થાય છે. તેથી તે કેવળ (માત્ર) દોષમય છે. તેવીરીતે કેટલાક ગુરુઓ મળની ઉપમા સમા ઘણા પ્રકારે વ્રતમાં અતિચાર લગાડવા પ્રમાદ વિ. અને અપવિત્ર જેવા (સરખા) ઉસૂત્રની પ્રરૂપણા વડે અત્યંત કલુષિત ધર્મને વહાવનારા હોય છે. અને એ પ્રમાણે નગરની પાળ સરિખા યથાવૃંદકની જેમ સર્વરીતે તેઓ અયોગ્ય છે. (છોડવા યોગ્ય છે) જેવી રીતે નવા વરસાદની વૃષ્ટિથી ભરાયેલું નાનું સરોવર - તળાવ - કહો કે ખાબોચીયું ઘણી ધૂલના પડલોથી કલુષિત (કાદવવાળા) જલ વડે પોતાના શરીરને વિષે તેવા પ્રકારના આરોગ્યની ઈચ્છાવાળાઓને સ્નાન વિ. માં અને તેવા પ્રકારની શુધ્ધિની ઈચ્છાવાળા વિવેકીઓને દૂરથી પણ આશ્રય કરવા યોગ્ય નથી. તેવા પ્રકારનું નિર્મળ જળનું સ્થાન (નદી - નાળું - કૂવો વિ.) પ્રાપ્ત ન થયે છતે અશુચિ (અપવિત્ર પણાથી) રહિત પાણીનો પીવા વિ. માટે ઉપયોગ કરે પરંતુ તેમાં આનંદ ન પામે.
તેવી રીતે કેટલાક ગુરુઓએ અત્યંત પ્રમાદાદિથી મલીન કરેલા ચારિત્રરૂપજલને ઘણાં દોષવાળું માની સંસારને પાર કરવાની ઈચ્છાવાળા વિવેકી જનોને તેવા ગુરુઓ છોડવા યોગ્ય જ થાય છે.
આગમમાં કહ્યું છે કે - પાસત્યા, ઓસન, કુશીલ, સંસક્તજન અને યથાવૃંદકને જાણીને સુવિવેકીઓએ સર્વ પ્રયત્નોથી તેમને છોડવા જોઈએ. ઉત્સુત્રાદિ અપવિત્રના પરિહાર વડે અને શુધ્ધ ધર્મ માર્ગના ઉપદેશપણા વિ. કરીને કંઈક ગુણથી યુક્ત છે એમ માનીને સદગુરુના અભાવમાં તેવા પ્રકારનો અવસર પ્રાપ્ત થયે છતે અપવાદ માર્ગથી વિધિ પૂર્વક ધર્મશ્રવણાદિને માટે આશ્રય કરવા યોગ્ય પણ થાય છે. તેવી રીતે આગમમાં પણ કહ્યું છે કે :
ឯណរដងនងជាRRRRRR
RRRRRRRRRRRRRRRRR
Translataaaaesaaaaaaaaaaagepaaaaaaaaaaaaaaaaaaaan
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
અંશ-૨, તરંગ-૧૦
દિલtiBatalatabasaba89B%B8B8BalasethદtatuaisituattasatataB2B
aaaaaaaaaaaaaaaaaaasangeeta