________________
તમારામાં બે ગુણ અને અઠ્ઠાણું દોષ છે. અને તેનું આવું વચન સાંભળીને પોતાના આત્માને દોષમય જોતો, વિરાગને ધારણ કરતો જ્યાં છૂરીને આંખમાં નાખવા જાય છે. તેટલામાં તેના આશયને જણાવતાં તેણે આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી. શ્રી સિધ્ધરાજ રાજામાં અઠ્ઠાણું ગુણો યુધ્ધમાં કાયરતા (અસુભટપણું) અને સ્ત્રી લંપટતા એ બે દોષ વડે ઢંકાઈ જાય છે. કંજુસાઈ વિ. તમારા દોષો તો યુધ્ધમાં નિશ્ચલતા વીરતા (સુભટપણું) અને પરવારીને બહેન માનનારા બે ગુણો વડે ઢંકાઈ જાય છે. એ પ્રમાણેના તેના વચનથી ખુશ થયેલો તે પૃથ્વીનાથ કુમારપાલ પોતાના મહેલમાં આવીને રહ્યો ઈતિા
વિવેક પર સુમતિની કથા |
શ્રીપુરનગરમાં શ્રીષેણ નામે રાજા હતો તેનો સોમ નામનો પુરોહિત હતો. તે પુત્ર ન હોવાને કારણે દુઃખી હતો એક વખત રાજાએ તેને કહ્યું - તારો પુત્રનો અભાવ મને જેવીરીતે દુઃખી કરે છે તેવી રીતે તને દુઃખી કરતો નથી અર્થાત્ તને પુત્ર ન હોવાથી મને જેટલું દુઃખ થાય છે. એટલું દુઃખ તને થતું નથી. કારણ કે :- આપણા વંશની પરંપરાથી ચાલી આવતો ક્રમ આટલા કાળસુધી ચાલ્યો પરંતુ હવે મારા પુત્રનો પુરોહિત કોણ થશે ?
પુરોહિત બોલ્યો :- બીજાના હાથની વસ્તુમાં ચિંતા શી ? જીવિત (આયુષ) સંતતિ અને દ્રવ્ય આ ત્રણ નસીબને આધીન છે. ત્યારે રાજાએ કહ્યું. જો દેવ અનુકુલ બને તો ઉપાય છે. તેથી સ્વકુલદેવીની આરાધના કર પછી પુરોહિત “પુત્ર દાનની કૃપા જ્યારે કરશે ત્યારે હું આહાર પાણી લઈશ, એ પ્રમાણેનો અભિગ્રહ કરી કુલદેવીને આરાધવા લાગ્યો. પછી ત્રીજે દિવસે આસન કંપ્યું છે એવી તે દેવી એ પુરોહિતને સન્તતિ નથી એમ જોયું તેથી તેણે સિધ્ધયજ્ઞ પાસે જઈને કહ્યું. કરું ? હે ભદ્ર! મારા ઉપર આજે કષ્ટ આવ્યું છે. કારણ બ્રાહ્મણી મારી પાસેથી તેને પુત્ર નથી ને પુત્ર માગે છે. પરંતુ તેને તેવા પ્રકારનો (તેને યોગ્ય) પુત્ર નથી... તે મરણને સ્વીકારશે તેથી લોકોમાં મારી પૂજા સન્માન વિ. નહિ થાય. એ પ્રમાણેની હકીકત સાંભળીને યક્ષે કહ્યું હે મુગ્ધા ! ઉત્તર સહેલો છે. તેને કહેવું કે અહો || ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (202) અંશ-ર, તરંગ-૧૦ ||
Missessessawa
n
sinessess8888888aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaawaawan
taaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaninaitaliaaaaagi
TaggggggggggggggwggggggBaaBaaહી