________________
તે અણગાર એક વચનના દોષથી અનંત સંસારીપણું ઉપાર્જન કરી ભવમાં ભમ્યા આ પ્રમાણે જો કે મહાનિશિથ સૂત્રના પ્રવચનમાં ઉત્સર્ગ અપવાદ અને અનેકાન્તની વાત કરી છે. તો પણ તે સર્વત્ર (કરવા યોગ્ય) નથી. કહ્યું છે કે - કોઈ એવા એકાન્ત આજ્ઞાકે એકાન્ત પ્રતિષેધ જિનેશ્વર ભ, કરેલ નથી. મૈથુન ભાવને છોડીને કારણ કે તે રાગ અને દ્વેષના પરિણામ વિના થતું નથી અને તેથી આ પ્રમાણે સૂત્રના ઉલંઘનથી ઉન્મમાર્ગનું પ્રકટન થાય છે. તેથી આજ્ઞા ભંગનો દોષ લાગે છે. તે કારણથી તેઓ અનંત સંસારી થયા. અને વળી તે આચાર્ય આ પ્રમાણે બધે સ્થાને અનેકાન્તવાદને કહેતા સાંભળનાર શ્રોતા એવા ચૈત્યવાસિઓને અને તેની નજીકમાં રહેલા બીજાઓને માટે તેવા પ્રકારની પ્રમાદ પ્રસંગની વૃધ્ધિ કરનારા થયા તેથી તેમની આ દેશના દારૂની ઉપમા સમાન થઈ એ પ્રમાણે ત્રીજો ભંગ થયો.
કેટલાક કલશા દૂધથી ભરેલા અને દૂધના ઢાંકણવાળા હોય છે. તેમ કેટલાક ગુરુઓ સમ્યગજ્ઞાન ચારિત્રાદિ ગુણથી યુક્ત અને તેવા પ્રકારની દેશનાના સૌભાગ્ય (સુંદરતા) ના ભાજન રૂપ હોય છે. દા.ત. વજસ્વામિ આદિ. શ્રીમદાચાર્ય સુહસ્તિ સૂરિ, શ્રી બપ્પભટ્ટિસૂરિ અને હેમચંદ્રસૂરિઆદિ જાણવા આમાં પહેલાં ત્રણ ભાંગાવાળા ગુરૂઓ અયોગ્ય જાણવા ચોથા ભાંગામાં આવેલા ગુરૂઓજ સવેવા યોગ્ય છે.
સુગુરૂ યોગના અભાવ આદિમાં અને કારણ પ્રાપ્ત થયે છતે અપવાદ માર્ગથી બીજા ભાંગામાં રહેલા પણ પૂર્વ ગાથામાં કહેલ યુક્તિ વડે સેવવા યોગ્ય છે. એ પ્રમાણે તેનો સાર છે.
આ પ્રમાણે ચાર કલશાના દૃષ્ટાંતથી ચાર પ્રકારના ગુરુઓ જાણીને હે લોકો ! શુધ્ધ વાણીને વર્ષાવનારા સદ્ગુરુને જો મોહ ઉપર જય રૂપી લક્ષ્મીને ઈચ્છતા હો તો તેવો.
| ઈતિ દ્વિતીય અંશે એકાદશ સ્તરંગઃ II.
BaBaaBaa%BB%E0%Baaaaaaaaaathiaaaaa
a aaaaahiuuuuuuuઝasanawahanumaaa
#aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 210) અંશ-૨, તરંગ-૧૧
aggaganga