________________
અંશ બીજો (તરંગ - ૧૩)
વળી ગુરુનું યોગ્યાયોગ્ય પણુ દૃષ્ટાંતથી સરખામણિ કરતાં મુનિ શ્રાવક અને સામાન્ય જીવોના ચાર પ્રકાર બતાવે છે.
(૧) લીંબોળી (૨) રાયણ (૩) નાળિયેર (૪) કદલી ફળ (કેળા) સિરખું બહા૨થી અને અંદરથી ચાર પ્રકારના અસાર અને સા૨વાળા (૧) ગુરુ (૨) મુનિ (૩) શ્રાવક અને (૪) જીવો હોય છે. પદની વિચારણા સહેલી છે.
વિચારણા :- જેવી રીતે લીંબોળી બહારથી અને અંદરથી અસાર છે. બહારથી છાલ અને અંદર કરિયો હોય છે. અને તેવા પ્રકા૨ના શુભ રસ વિ. થી રહિત હોવાથી અસા૨પણું છે. આ પ્રમાણે હેતુની વિચારણા આગળ પણ કરવી (વીચારવી) તેવી રીતે કેટલાક ગુરૂઓ પણ બન્ને રીતે અસાર હોય છે. અન્તઃ જ્ઞાનાદિ ગુણથી રહિત હોવાથી અને બહારથી તેવા પ્રકારની દેશનાની સુંદરતા, વાદ વિ. લબ્ધિ વિવિધ પ્રકારની સિધ્ધિ - પ્રસિધ્ધિથી રહિત હોવાથી અસારતા છે.
-
વળી જેવી રીતે રાયણ ફળની બહારથી સારતા હોય છે. કારણ તેવા પ્રકારની છાલ અને શુભ રસ હોવાથી અંદરથી ઠળીઓ હોવાથી અસારતા છે. તેવી રીતે કેટલાક ગુરુઓ બહા૨થી તેવા પ્રકારની દેશનાની સુંદરતાદિ સહિત હોવાથી સાર છે. વળી અંદરથી જ્ઞાનાદિ ગુણથી રહિત હોવાથી અસાર છે. આ પ્રમાણે આગળ પણ યથાસ્થાને હેતુ યોજવા જેવી રીતે નાળીયેર ફલ બહારથી અસાર છે. કારણ ઉપર નીરસ, રૂંછા, કઠણ છાલ આદિવાળું હોવાથી અંદરથી તેવા પ્રકારનો કોપરાનો ગોળો હોવાથી સારભૂત તેવી રીતે કેટલાક ગુરુઓ પણ બહારથી અસાર અને અંદરથી સાર રૂપ છે.
વળી જેવી રીતે કદલી ફળ બન્ને રીતે સાર ભૂત છે. એટલે કે ઉપરના ભાગમાં સ્વલ્પ છાલ શુભરસ પૂર્ણ અને બહુ (જાડું) દલ હોવાથી સારભૂત છે. અને અંદરથી ઠળીયા વિનાનું હોવાથી સારભૂત છે. તેવી રીતે કેટલાક
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 216 અંશ-૨, તરંગ-૧૩