________________
ગુરુઓ પણ બહારથી અને અંદરથી સારવાળા હોય છે. દૃષ્ટાંતો સ્વયં વિચારવા - યોજવા.
પૂર્વ ગાથાઓમાં કેટલુંક અત્યંત સંક્ષેપથી કહ્યું છે અને અહીંયા પણ એ પ્રમાણે જાણવું.
હવે આજ ચતુર્ભગી મુનિને આશ્રયીને પહેલાંની જેમ જ કહેવી. માત્ર તેઓનું જ્ઞાનાદિ ગુણો વડે. ગુરુઆજ્ઞામાં પરાયણ (રત) તા અને વિનય ચાતુર્યાદિ અન્તઃસારતા તે તે પ્રકારના તપ ક્રિયાનુષ્ઠાનાદિ ગુણોમાં વિનયનો અન્તર્ભાવ હોવા છતાં તેનું જ જુદું પ્રતિપાદન સર્વ ગુણનું મૂળપણું બતાવવા માટે કહ્યું છે. અને તે વિનય પૂર્વગાથાઓમાં વિતરિત કર્યો છે. તે પ્રમાણે અહીંયા પણ જાણવો અથવા જ્ઞાન, દર્શન, ચારિત્ર, મન, વચન, કાયા અને લોકોપચાર વિનય એમ મૂલભેદથી સાત પ્રકારે છે તેમાં મતિશ્રુતાદિજ્ઞાન, તેનો જ વિનય છે. અથવા જ્ઞાનનો વિનય એટલે ભક્તિ આદિ કરવું. આશાતનાથી દૂર રહેવું તે જ્ઞાનનો વિનય છે. કહ્યું છે કે ભક્તિ એટલે બહુમાન કરવું. સત્કાર, સન્માન કરવું. વિધિપૂર્વક ગ્રહણ કરવું અને અભ્યાસ કરવો આ પ્રકારનો વિનય જિનેશ્વર ભગવંતોએ કહ્યો છે. એ પ્રમાણે દર્શન વિનય પણ સમ્યક્દર્શન ગુણવાળાનો શુશ્રુષા અને અનાશાતના રૂપ બે પ્રકારે છે.
સત્કાર એટલે ઊભા થવા રૂપ (આવો, બેસો વિ.) સત્કાર, ઊભા થવું, સન્માન, અભિગ્રહ (નિયમ) તથા આસન આપવું કૃતિ કર્મ અને અંજલી જોડવી, બેસવું. જતાને અનુસરવું આ શુશ્રુષા વિનય કહ્યો છે. અહીંયા સત્કાર વિનય એટલે ગુણવાળારૂપ વંદનાદિ ઉભા થવું. વંદનને યોગ્યના દર્શન થતાં જ આસનને છોડી દેવું તે સત્કાર વિનય કહેવાય છે. સન્માન વિનય વસ્ત્ર, પાત્રાદિ વડે ભક્તિ કરવી, પૂજન કરવું, આસન આપવું. વિ.
અભિગ્રહ વિનય - બેસતા હોય ત્યારે આસન લાવીને આદર પૂર્વક અહીંયા બેસો કહેવું.
આસન અનુપ્રદાન :- એક સ્થાનથી બીજે સ્થાને મૂકવું (લઈ જવું.) |ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 217 અંશ-૨, તરંગ-૧૩
tgagan passuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuusewaminawaaaaaaaaniuuuuuuuuuumansinaaaaaaa
Maa
Bharajasatistinatitutilalithaaaaaaaaaaaaaaaaiiiiiitilingual Balatarinalina
Baaaaaaaa%9B%BBB3B3B388
Baa BaanaBaiHHHHHHHHHHHHHHHHHHHEB