________________
સાવધાચાર્યનું દષ્ટાંત)
આ અવસર્પિણીની ચોવીશીથી થઈ ગયેલી પૂર્વની અનન્ત ચોવીશીને વિષે સાત હાથની કાયાવાળા ધર્મ નામના છેલ્લા તીર્થકર થયા તેમના તીર્થમાં સાત આશ્ચર્ય થયા તેમાં અસંચતીઓએ પૂજામાં આવેલા અને અનેક શ્રાવકો પાસેથી ગ્રહણ કરેલા દ્રવ્ય વડે પોત પોતાના બનાવેલ ચૈત્યમાં રહેનારા ચૈત્ય વાસિઓ થયા ત્યાં એક નીલવર્ણની આકૃતિવાળા, ઉગ્રવિહારી મહાતપસ્વી શિષ્ય ગણથી પરિવરેલા કુવલય (કમલ) પ્રભ નામના એક સાધુ આવ્યા. તેમને વંદન કરીને તેઓએ કહ્યું. અહીંયા એક વર્ષાકાલનું ચાતુર્માસ રહો - કરો જેથી કરીને તમારી આજ્ઞાથી અનેક ચૈત્યાલયો થશે અમારા પર ઉપકાર કરો. ત્યારે તે મુનિએ કહ્યું આ પાપ કારી વ્યાપાર છે. હું વાણી (શબ્દ) માત્ર પણ નહિ બોલું. આ પ્રમાણે તેઓએ બોલતાં તીર્થકર નામ કર્મનું અર્જન (પ્રાપ્ત) કર્યું એક ભવમાત્ર સંસાર કરી દીધો પછી તેઓ બધા એક મતે થઈને તેમનું સાવદ્યાચાર્ય એ પ્રમાણે નામ આપ્યું તો પણ તેમને તેના ઉપર લેશમાત્ર ક્રોધ કર્યો નહિ.
એક વખત લીંગ માત્રથી સાધુ થયેલા એવા તેઓએ પરસ્પર આગમનો વિચાર કરતાં શ્રાવકોના અભાવમાં સંયતીઓ જ મઠ દેવકુલો (મંદિર)નું રક્ષણ કરે છે. જીર્ણ થયેલાનો જીર્ણોધ્ધાર કરે છે. બીજે પણ સર્વત્ર સ્થાને જે કરવા યોગ્ય છે. તેને કરવામાં દોષ નથી. કેટલાક બોલ્યા :- સંયમ મોક્ષમાં લઈ જનાર છે. કેટલાકે કહ્યું :- પ્રસાદમાં પૂજા સત્કાર, બલિ વિધાન, વિ. વડે તીર્થની ઉન્નતિ કરવા વડે કરીને જ મોક્ષમાં ગમન છે. આ પ્રમાણે ઈચ્છા મુજબ બોલતા વિવાદને વિષે આગમ કુશલ બીજો કોઈ હતો નહિ જે વિવાદનો નાશ કરે તેથી તે બધા (અસંયતીઓ) એ સાવદ્યાચાર્યને જ પ્રમાણ કર્યા. દૂર દેશથી તેમને બોલાવ્યા તેઓ વિહાર કરતાં સાત મહિને આવી ગયા. ત્યારે એક આર્યા (સાધ્વી) મ. સા. શ્રધ્ધાને કારણે પ્રદક્ષિણા આપીને
BARRASSERS
aBaBeeBeeeeeeess
20983338
upprinnesetrensessentamassasasasaskASANNADARRERSR88888888 | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) |
(206.
અંશ-રે, તરંગ-૧૧