________________
રીતે ચાર કલશો થાય છે. તેવી રીતે જ્ઞાનાદિ (દૂધ) ગુણ, દેશના અને સૌભાગ્ય વડે ગૂરૂઓ ચાર પ્રકારના હોય છે.
અહીંયા જ્ઞાનાદિ ગુણ, દેશના અને સૌભાગ્ય દૂધની ઉપમાવાળા છે. જ્ઞાનાદિ ગુણનો પ્રતિપક્ષ એટલે કે તેથી ઉલટું કજ્ઞાન, કુચારિત્રાદિ ચારિત્રાદિના વિનાશનું કારણ પ્રમાદ (મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ) તે દારૂની ઉપમાવાળા છે.
વિવેકરૂપી ચેતનાના વિનાશના કારણભૂત હોવાથી પ્રમાદાદિ ને દારૂની ઉપમા આપી છે. દેશનાના વિષયમાં અચાતુર્ય ને પણ દારૂની ઉપમા આપી છે, સાંભળનારાઓને મિથ્યાત્વ વિ. માં વ્યામોહ (સુખનો ભ્રમ) વધારવાના કારણ ભૂત હોવાથી (દારૂની ઉપમા આપી છે.) અને તેથી કરીને જેવી રીતે કેટલાક કળશાઓ દારૂથી ભરેલા અને દારૂના ઢાંકણવાળા હોય છે. તેવી રીતે કેટલાક ગુરૂઓ કોઈપણ કારણ વિના સતતુ બહુ પ્રમાદના સેવનના કારણે કુચારિત્રવાળા અને તેમની દેશના પણ ઉત્સત્રથી યુક્ત હોય છે. તેવા પ્રકારના પાર્થસ્થાદિ જાણવા, જેવી રીતે મરીચિએ કપીલને વિષે “કવિલા ઈત્યંપિઈહંપિ” ઈત્યાદિ દેશનાને આપી હતી.
વળી કેટલાક કલશા દારૂથી ભરેલા અને દૂધના ઢાંકણવાળા હોય છે. તેવી રીતે કેટલાક ગુરૂઓ પહેલાં કહેવાયેલા પ્રમાદમાં તત્પર હોય છે પરંતુ તેમની દેશના સુંદરતા ભરેલી (શાસ્ત્રાનુસારી) હોય છે. તેવા પ્રકારના કેટલાક સંવિગ્ન પાક્ષિકાદિ જાણવા ઉત્સુત્ર ભાષણ વિનાની દેશના સૌભાગ્ય શાલિની હોય છે. સુંદર સભાના અવસરે ઔચિત્યાદિ ગુણયુક્ત જાણવી, આગળ કહેતાં કહે છે. જેવી રીતે કેટલાક કલશા દૂધથી ભરેલા હોય છે. પરંતું ઢાંકણ દારૂવાળું હોય છે. તેવી રીતે કેટલાક ગુરૂઓ જ્ઞાનાદિ ગુણોથી ભરેલા અને પરંતુ પહેલાં કહેલી (પ્રમાદાદિ વડે અથવા રાગદ્વેષાદિના કારણથી) દેશનાના સૌભાગ્યને ધારતાં નથી. તેમાં રાગદ્વેષાદિને આશ્રયિને આ ભાંગામાં સાવઘાચાર્યનું દૃષ્ટાંત જાણવું તે આ પ્રમાણે.
HERanaaaaaaaaaaaawaananishadsangalaaBaaaaaaaaaaastavanshinsanananaaaaaaaaaaaaaaaaaaa
##99989988888888888888888888888atsaataaaaagi
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 207)અંશ-૨, તરંગ-૧૧)
Hg[HHE/SHEHERBEHWEITHHHLITIE/PINHHHHHHE BEવવBELHUIuuuuuIELLULHIBIRutana
Twitter