________________
વિપ્ર ! તને પુત્ર છે પરંતુ તે નિશ્ચિત પરસ્ત્રીમાં લંપટ, ચોર અને જુગારી થશે. તેથી દોષોના ઘર જેવા તેને તે શું કરશે ? તે સાંભળીને હર્ષિત થયેલી તેણીએ યક્ષે કહેલું તે પુરોહિતને કહ્યું. તે પુરોહિત પણ તેવા પ્રકારની દેવીની વાત રાજાને કહી તે સાંભળીને મહા ચતુર એવા રાજાએ કહ્યું કે હે દેવી ! એવા પ્રકારનો હોય તો પણ ભલે પરંતુ વિવેકવાનું આપજે કારણ કે એક વિવેકના તેજથી મોટા મોટા દોષો પણ શિધ્રતાએ નાશ પામે છે. જે રીતે એક સિંહથી હાથીઓનો સમુહ ભાગી જાય છે તે રીતે પછી તે શિક્ષાને ગ્રહણ કરીને તે બ્રાહ્મણે તેવા પ્રકારના પુત્રની દેવી પાસે યાચના કરી.
ક્રમે કરી ધૃત નારીની કુક્ષિમાં પુત્ર રૂપે ઉત્પન્ન થયો પછી તેનો કુક્ષેત્રમાં જન્મવાના કારણે ખેદ પામેલા એવા તેને રાજાએ કહ્યું હે સોમ ! ખેદ પામેલાની જેવો કેમ દેખાય છે ? ત્યારે તે બ્રાહ્મણે કુક્ષેત્રમાં પુત્રની ઉત્પત્તિના સ્વરૂપને કહ્યું. પછી રાજાએ કહ્યું ખેદ કર નહિ કારણ કે દેવતાએ કહેલા તેવા પ્રકારના કુલમાં આવા પ્રકારનું થાય છે. તારી તેમાં શું ભૂલ ? પરંતુ જન્મથી લઈને દોષરૂપી અંધકારને ભેદનારો વિવેકરૂપી સૂર્ય પ્રગટ ન થાય ત્યાં સુધી આને જાહેર કરવું નહિ તે શિક્ષાને રાજાની પાસેથી અંગીકાર કરીને તે સ્ત્રીને ગુપ્ત રાખી, ક્રમે કરીને પુત્રનો જન્મ થયો અને તેને ભૂગૃહ (ભોંયરામાં) રાખીને તેના ઉપરના ભૂ ભાગમાં રહેલા બીજા વિદ્યાર્થીઓને અધ્યયન કરાવવાના બહાનાથી લાકડાના પાટલા પર બેસીને તે ભણાવતો હતો. પોતાના અંગુઠામાં દોરો બાંધીને સંદેહ પડે ત્યારે ખેંચવાના સંકેત પૂર્વક પુત્રને આપ્યો. થોડામાં ઘણું જાણવાવાળો મહાબુધ્ધિશાલી પુત્ર એક વખત નિતિ શાસ્ત્રનો આ પ્રમાણેનો એક શ્લોક આવ્યો.... ધનની, દાન, ભોગ, અને નાશ, ત્રણ ગતિ હોય છે. અર્થાત્ જે આપતો નથી, ભોગવતો નથી તેની ત્રીજી ગતિ એટલે કે નાશ થાય છે. તે આ પ્રમાણે વ્યાખ્યાન કરતાં સૂત્ર (દોરો) હાલ્યો એટલે બ્રાહ્મણે ફરી સ્પષ્ટ રીતે વ્યાખ્યા કરી તો પણ પાછો દોરો ખેંચાયે છતે ક્રોધિત થયેલા પુરોહિતે બધા છાત્રોને વિસર્જન કરીને પુત્રને જાતેજ બહાર લાવીને બોલ્યો રે સાગર જેવડા શાસ્ત્રને પાર પામીને ખાબોચિયા જેવા અત્યંત સહેલા અર્થવાળા આ શ્લોકમાં મતિદિન (મૂઢ) કેમ થઈ ગયો ? પછી પુત્ર બોલ્યો હે તાત! તમે અહીંયા વિત્તની ત્રણ | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (203) અંશ-ર, તરંગ-૧૦ ||
RASIRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRR
gિgests=099432saage2aaeseagaz9:309989939aa98aegg
ani៧យអងResotabasellue
BH