________________
જાણીને એ પ્રમાણે વિધિ અવિધિ ધર્મ દેશના ઉપર ધર્મઘોષ સૂરિજી અને મુનિચંદ્રનું દૃષ્ટાંત મહાનિથમાં કહ્યું છે. તે જાણવું.
શ્લોકાર્થ:- આ પ્રમાણે સત્ અસત્ દેશનાના મહાવિપાકને જાણીને – સાંભળીને ભવરૂપી શત્રુઓ પર વિજયરૂપ લક્ષ્મી મેળવવા માટે સુવિધિ દેશના વડે સ્વ અને પરના ઉપકાર માટે પ્રયત્ન કરો.
| ઈતિ નવમસ્તરંગ પૂર્ણ |
અંશ-૨ (તરંગ-૧૦).
વળી પણ બીજા દષ્ટાંતો વડે ગુરુની દેશનાના અવસરે અને સામાન્યથી જીવોનું યોગ્યાયોગ્ય પણું કહે છે :
શ્લોકાર્ધ - નગરની ખાળ (૨) લઘુ સરોવર (ખાબોચીયું) (૩) મોટું સરોવર (૪) માનસ સરોવરની જેવા દોષ અને ગુણવાળા ચાર પ્રકારના ગુરુઓ હોય છે. અને તેની દેશના માટે જીવો.
વ્યાખ્યા - નગરના પાણીને જવાનો માર્ગ તે લોકોમાં ખાળ તરીકે પ્રસિધ્ધ છે. નવા વરસાદના જલથી ભરાયેલું નાનું તળાવ (ખાબોચીયું) અને તેમાં રહેલું પાણી અલ્પ દિન રહેવાને કારણે અને ઉડું ન હોવાથી લઘુપણું કહ્યું છે. તેજ પાણીવડે ભરાયેલું મોટું સરોવર જેમાં પાણી હંમેશા રહે છે, અને નાશ પામતું નથી તેથી તેને પ્રૌઢ સરોવર કહ્યું છે. અને માનસ સરોવર તો પ્રસિધ્ધ જ છે. તેની સરખા ગુણ દોષના હેતુવડે કરીને ચાર પ્રકારના ગુરુઓ હોય છે. તેઓનો ક્રમસર અર્થ આ પ્રમાણે છે. દોષ અને ગુણ એ પ્રમાણે બે પદ કહેવા છતાં પણ (૧) કેવલ દોષ (૨) ઘણાદોષ અલ્પગુણ (૩) અલ્પદોષ બહુગુણ અને (૪) કેવળગુણ એ રીતે ચાર ભાંગા થાય છે. તેમાં દૃષ્ટાંત તરીકે દોષો એટલે ઘૂલ વિ. થી કલુષિત અને વિષ્ટા – મૂત્રાદિથી અપવિત્ર જલ વડે ભરાયેલ વિ. દોષો કહ્યા છે.
હવે એની ચતુર્ભગીમાંથી પ્રથમ ગુરુને આશ્રયીને વિચારે છે. તેમાં || ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 192 અંશ-ર, તરંગ-૧૦]
TENIndianawazilaniiiiiiiiiiiiiiiiaaaaaaaaaaaaaaaaaaaaaaaawaiiiiiiiiiunkumaaaaaaaaaaanણાતા
NEERaas
Bs88888888988Beeasaeaa8
શરાસાદાઝીટઢાઢ89aaaaaaaaaaaaaaaata: